વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ રાજકોટ : આજે સીબીએસઇ બોર્ડધોરણ 12નું પરિણામ જાહેર થયું છે. ત્યારે 87.33 ટકા વિદ્યાર્થીઓ ધોરણ 12માં પાસ થયા છે. જેને લઈને વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. હાલ આ રીઝલ્ટ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટમાં પણ અનેક વિદ્યાર્થીઓને ધાર્યું તેવું પરિણામ મળ્યું છે. જેમાં રાજકોટની સર્વોદય સ્કૂલના વિદ્યાર્થીઓ સીબીએસઇ બોર્ડ પરિણામમાં જિલ્લામાં ટોપ ઉપર જોવા મળી રહ્યા છે. જેને લઈને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો. ત્યારે વિદ્યાર્થીઓ પાસ થતાં તેમને શિક્ષકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
- CBSE 10th Result 2023: CBSE Board ધો-10નું પરિણામ જાહેર, વિદ્યાર્થીનીઓએ મારી બાજી
- CBSE Class 12 Result Declared: CBSE બોર્ડનું ધોરણ 12નું પરિણામ જાહેર, 87.33 ટકા વિદ્યાર્થીઓ પાસ
- PM Modi Gujarat Visit : શિક્ષકો વચ્ચે પીએમ મોદીની ખાસ વાત, ગૂગલ ક્યારેય ગુરુ નહીં બની શકે ગુરુ તો શિક્ષક જ રહેશે
93 ટકા મેળવ્યાં : CBSC ધોરણ 12નું પરિણામ આવ્યું છે. ત્યારે આ અંગે રાજકોટની સર્વોદય સ્કૂલમાં અભ્યાસ કરતી પીપળીયા હેતવી એ ETV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે સીબીએસસી દ્વારા 12 કોમર્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં તેને 93 ટકા આવ્યા છે. હેતવીને ભવિષ્યમાં સોફ્ટવેર ડેવલોપર બનવાની આશા છે.
હું રોજ 8:00 કલાક ઘરે વાંચન કરતી હતી.સીબીએસસી બોર્ડને લઈને સ્કૂલ શિક્ષકો દ્વારા પણ ખૂબ જ ધ્યાન આપવામાં આવતું હતું અને ઘરે માતા પિતા પણ ધ્યાન આપતા હતા. જેમાં દૈનિક સવારે વહેલા ઊઠીને સ્કૂલે જતું રહેવાનું હોય, બપોરે 2:00 વાગે આવીએ જમીએ ત્યારે ફરી ટ્યુશનનો ટાઈમ થાય ત્યારબાદ ફરી ઘરે વાંચવાનું હોય એમ આખો દિવસ વાંચવા લખવામાં પસાર થઈ જતો હોય છે. આ સાથે જ રાતે બે થી ત્રણ વાગ્યા સુધી પણ વાંચન રહેતું હોય છે... હેતવી (વિદ્યાર્થિની,સીબીએસઈ બોર્ડ)
શિક્ષકોને શ્રેય આપતાં વિદ્યાર્થી : સીબીએસઇ બોર્ડની ધોરણ 12ની પરીક્ષામાં 90 ટકા ગુણ મેળવનાર રાજકોટના તેજસ્વી તારલા એવા અન્ય વિદ્યાર્થીએ પોતાની સફળતાનો શ્રેેય પોતાના શિક્ષકોને આપ્યો હતો. વાંચન અને રિવિઝનની પ્રેકટિસમાં રચ્યોપચ્યો આ વિદ્યાર્થી ભવિષ્યમાં ફૂટબોલર બનવાનો ઉત્સાહ પણ ધરાવે છે.
અમારા સ્કૂલના શિક્ષકો અમને એક એક ચેપ્ટરનું છેલ્લે સુધી રિવિઝન કરાવ્યું છે. સ્કૂલમાં અચાનક સરપ્રાઈઝ ટેસ્ટ, મંથલી ટેસ્ટ વારંવાર લેવામાં આવતી હતી. જ્યારે હું દરરોજ માત્ર એક કલાક જ વાંચતો હતો. પરંતુ સ્કૂલ દ્વારા જ્યારે ટેસ્ટ લેવામાં આવી તેમાં પહેલાં મને ધાર્યું પરિણામ મળ્યુ નહોતું. ત્યારબાદ મેં વધારે મહેનત ચાલુ કરી હતી અને મને સારા માર્ક્સ મળ્યા છે. હર્ષલ દાવડા (વિદ્યાર્થી સીબીએસઇ બોર્ડ)
ટ્યૂશન રાખ્યું ન હતું :હર્ષલે સીબીએસઇ બોર્ડ જેવી મહત્ત્વની પરીક્ષા પાર કરવા માટે મહેનત કરવા ટ્યૂશન ક્લાસ રખાવ્યાં ન હતાં. તે દરરોજ રૂટિનમાં જે ભણાવાતું તેમાં મોટાભાગનું વાંચવાનું લખવાનું સ્કૂલમાં જ કરી લેતો હતો. તેને ફૂટબોલનો શોખ હોવાથી તે રમવા જતો હતો જોકે પરીક્ષા સમયે વધુ વાંચન ચાલુ કર્યું હતું.