PSI પી.પી. ચાવડા પોતાની રિવોલ્વર સાફ કરતા જે મામલે મૃતકના પરિજનો હિમાંશુ ગોહેલ નામના યુવાનનું મોત થયુ હતું. જેથી પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે. ધંધા બાબતે પોલીસ કર્મી દ્વારા તેમના પુત્રની હત્યા થઈ હતી અને પરિજનો દ્વારા મૃતદેહ સ્વિકારવાનો પણ ઇન્કાર કરવામાં આવ્યો હતો.
રાજકોટમાં PSI ફાયરિંગનો મામલો, પરિજનો દ્વારા મૃતદેહનો સ્વીકાર - Rajkot ST Busstand fire incident
રાજકોટ: શહેરમાં એસ.ટી. બસસ્ટેન્ડ પોલીસ ચોકીમાં PSI પી.પી. ચાવડા પોતાની રિવોલ્વર સાફ કરતા હતા. તે દરમિયાન અચાનક રિવોલ્વરમાંથી ગોળી છૂટતા નજીક ઉભેલા હિમાંશુ ગોહેલ નામના યુવાનનું મોત નીપજ્યું હતું.
રાજકોટમાં PSI ફાયરિંગનો મામલો, પરિજનો દ્વારા મૃતદેહનો સ્વીકાર
જો કે, પોલીસે મોડી રાતે સમગ્ર મામલે ગુનો નોંધી PSI પીપી ચાવડાની અટકાયત કરી હતી. ત્યાર બાદ પોલીસ અધિકારીઓ દ્વારા યુવાનના મોત મામલે પરિજનોને તપાસની યોગ્ય ખાત્રી આપવામાં આવતા અંતે મૃતદેહનો સ્વીકાર કર્યો હતો.