રાજકોટઃતાજેતરમાં જ રાજકોટના નવા ગામ ખાતે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડીને નકલી વિદેશી દારૂ બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું(case of fake foreign liquor being made in Rajkot) હતું. જે મામલે હવે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં કુવાડવા પોલીસ મથક પોલીસ ઈન્સ્પેક્ટર કે.એમ.ચૌધરીને પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા( PI KM Chaudhary was suspended) છે. પોલીસ ઇન્સપેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવતા રાજકોટ પોલીસ કર્મીઓમાં ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચો:અમદાવાદમાં છારાનગરમાં દેશી દારૂની ફેકટરી ઝડપાઈ, PI અને PSI સસ્પેન્ડ
નકલી દારૂ બનાવવાની મીની ફેક્ટરી ઝડપાઇ હતી: સમગ્ર ઘટનાની વાત કરીએ તો રાજકોટ જિલ્લાના નવાગામ ખાતે દરોડો પાડી વિદેશી દારૂની 150 પેટી કબ્જે કરી બે શખ્સોની અટકાયત કરી હતી. રાજકોટની ભાગોળે નવાગામમાંથી દારૂનું આખે આખુ ગોડાઉન પકડાતા ખળભળાટ સર્જાયો હતો. આ સાથે ગોડાઉનમાં કેમિકલ જથ્થો પણ મળી આવતા FSLની મદદ લઇ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં નકલી દારૂ બનાવતા હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારબાદ રાજકોટ પોલીસ કમિશનર દ્વારા હવે આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે.