ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના ભડલી ગામ નજીક કાર પલટી જતા અકસ્માત સર્જાયો, કાર ચાલકનું ઘટના સ્થળે મોત - રાજકોટમાં અકસ્માત

વિંછીયા તાલુકાના ભડલી ગામ નજીક રોઝડું રસ્તા વચ્ચે ઉતરતા કાર પલટી ગઈ હતી અને કાર રોડ પરથી ફંગોળાઈ ગઇ હતી. જેથી અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થઇ હતી. તેને 108ની મદદથી તાત્કાલિક ગઢડા (સ્વામી) ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

રાજકોટના ભડલી ગામ નજીક કાર પલટી જતા અકસ્માત સર્જાયો
રાજકોટના ભડલી ગામ નજીક કાર પલટી જતા અકસ્માત સર્જાયો

By

Published : Jun 1, 2020, 3:51 PM IST

રાજકોટ : જિલ્લાના વિંછીયા તાલુકાના ભડલી ગામ નજીક કાર પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કાર ચાલકનું મોત થયું હતું અને કારમાં સવાર વ્યક્તિને ગંભીર ઇજા થઇ હતી. ભાણિયાની નજર સામે જ સગા મામાએ દમ તોડ્યો હતો.

બોટાદ જિલ્લાના ગઢડા (સ્વામી) ખાતે રહેતા સુખાભાઈ મોહનભાઈ તેરૈયા (ઉ.વ.45) અને તેમનો ભાણીયો હરીઓમ (ઉ.વ.30) બન્ને કાર લઈને ભડલી ગામે સોમલપરના કાચા માર્ગે આવેલી તેમની વાડીએ ગયા હતા. ત્યાંથી સાંજના 5.30 વાગ્યાની આસપાસ પરત આવતા હતા, ત્યારે રસ્તામાં રોઝડું આડું ઉતરતા કાર પલ્ટી ગઈ હતી.

કાર રોડ પરથી ફંગોળાઈ જતા કાર ચાલક સુખાભાઈ તેરૈયાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર તેમના ભાણિયા હરીઓમને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી 108ની મદદથી તાત્કાલિક તેમને ગઢડા(સ્વામી) ખાતે હોસ્પીટલે ખસેડાયો હતો. આ બનાવની જાણ થતા ભડલી પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો .

પોલીસે મૃતદેહને પીએમ અર્થે ગઢડા(સ્વામી) સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details