રાજકોટના જીવખાના વિસ્તારમાં એક કારચાલક ફોનમાં વાત કરતા-કરતા અચાનક રસ્તા પર પાર્ક કરેલા વાહનોને અડફેટે લેવા માંડ્યો હતો. આ અકસ્માતમાં રસ્તા પર પાર્ક કરાયેલ 10 જેટલા નાના મોટા વાહનો કારની અડફેટે ચડ્યા હતા. જો કે આ અકસ્માતમાં કોઈ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી નહોતી.
કાર ચાલકે એકસાથે 10 જેટલા વાહનોને લીધા અડફેટે,કોઇ જાનહાની નહી. - Bhavesh Sondarva
રાજકોટઃ શહેરની રાજકુમાર કોલેજ નજીક એક કારચાલક યુવાનની બેદરકારીના કારણે એક સાથે 10 જેટલા અલગ-અલગ વાહનો અડફેટે આવ્યા હતા. જો કે આ અકસ્માતમાં કોઈ લોકોને ગંભીર ઇજા થઇ નથી. પરંતુ કારની અડફેટે આવેલા બાઇકમાં ભારે નુકસાની થઈ હતી. અકસ્માત સર્જનારા યુવક પાસે લાઇસન્સ પણ ન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.
સ્પોટ ફોટો
અકસ્માત બાદ યુવકની પૂછપરછ બાદ જાણવા મળ્યું હતું કે, તેને ભૂલથી બ્રેકની જગ્યાએ લીવર પર પગ મૂકી દેતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે રસ્તા પર ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારબાદ ઘટના સ્થળે પોલીસ આવતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો.