રાજકોટ: ફરી એકવાર રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ દ્વારા શહેરના પ્રદ્યુમ્ન નગર પોલીસ મથક વિસ્તારમાંથી બાતમીના આધારે એક મહિલા અને પુરૂષની ગાંજા સાથે ધરપકડ કરવામાં આવી છે.
રાજકોટમાં ફરી એકવાર ગાંજો ઝડપાયો, એક મહિલા સહિત બેની ધરપકડ - Rajkot sog
રાજકોટમાં ફરી એકવાર ગાંજો ઝડપાયો છે. જે અંગે SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ) દ્વારા એક મહિલા સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
રાજકોટમાં ફરી એકવાર ગાંજો ઝડપાયો
પોલીસે ઈમ્તિયાઝ અલ્લારખા શેખ તેમજ યાસ્મીન ગુલાબ સેલત નામની મહિલાની ધરપકડ કરી છે. વધુ તપાસ કરતા જણાયું કે, આરોપી ઈમ્તિયાઝ અગાઉ પણ બે વખત પાસામાં જેલમાં જઈ ચુક્યો છે. તેમજ તેના પર મારામારી, લૂંટ સહિતના 16 જેટલા ગુન્હાઓ નોંધાયેલા છે.
પોલીસે બન્ને આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.