ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાગ્રસ્ત દર્દીની અંતિમવિધિ માટે કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી

જામકંડોરણા ખાતે એક દર્દીનું કોરોનાના કારણે અવસાન થતાં અંતિમવિધિ માટે મૃતદેહ લઈ જવામાં તકલીફ પડી રહી હતી. જેની જાણ કેબિનેટ પ્રધાનને જાણ થતા કન્યા છાત્રાલયની એમ્બ્યુલન્સ મોકલીને માનવતા ભરી કામગીરી કરતા લોકોએ જયેશ રાદડિયાની સેવાને બિરદાવી હતી.

Rajkot District news
જામકંડોરણા ન્યૂઝ

By

Published : Sep 29, 2020, 8:08 PM IST

રાજકોટઃ જામકંડોરણાના લોકોએ જણાવ્યું હતું કે, દિલીપભાઈ ભટ્ટીનું કોરોનાના કારણે અવસાન થયું હતું. તે જામકંડોરણાની હૉસ્પિટલમાં દાખલ હતા. હૉસ્પિટલ તરફથી એવું કહેવામાં આવ્યું કે, તમે એમ્બ્યુલસની વ્યવસ્થા તમારી જાતે કરો અને આ મૃતદેહને ધોરાજી સ્મશાને લઈ જશો.

હૉસ્પિટલ તરફથી કોઇપણ જાતનો હકારાત્મક સપોર્ટ મળ્યો ન હતો. એટલે એમ્બ્યુલન્સ મેળવવા માટે પ્રયાસ કર્યા પણ કોરોના ગ્રસ્ત મૃતદેહ હોવાથી કોઇ તૈયાર થયું નહીં. અંતે દિલીપભાઈના પરિવારે કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાનો સંપર્ક કરી સમગ્ર ઘટના જણાવી હતી. ત્યારે જયેશ રાદડિયાએ એક મિનિટનો પણ વિલંબ કર્યા વગર જામકંડોરણા છાત્રાલયની એમ્બ્યુલન્સ મોકલી આપી હતી અને અંતિમવિધિ માટે ધોરાજી ગયા હતા. જ્યાં સ્મશાન સ્ટાફ તરફથી પણ ખૂબ જ સારો સહકાર મળ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details