રાજકોટમાં મગફળી ખરીદીમાં કૌભાંડ સામે આવ્યું હતું. ગુજરાતમાં છે ત્યારે આજે કેબિનેટની બેઠક બાદ રાજ્યના પ્રધાન જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં મગફળીની ખરીદી દરમિયાન કોઈ જ પ્રકારનું કૌભાંડ થયું નથી. જ્યારે સમગ્ર મામલે ગાંધીનગરથી તપાસ કરવામાં આવી હતી.
રાજકોટમાં મગફળી કૌભાંડ નહિ, લેભાગુ તત્વોએ ખેડૂતનું 2500 રૂપિયા પડાવ્યા: જયેશ રાદડિયા આ તપાસમાં સામે આવ્યું છે કે, જ્યારે ખેડૂત પોતાની મગફળીની વેચાણ કરવા માટે વેચાણ કેન્દ્રો ઉપર આવ્યા હતા. ત્યારે તેમની મગફળીમાં કચરો હોવાને કારણે તેમને મગફળી સાફ કરી આવવા માટેની સૂચના આપવામાં આવી હતી. પરંતુ કોઇ લેભાગુ તત્વો હોય તેમની પાસેથી 2500 રૂપિયા પડાવીને મગફળી વેચાણ આપવા માટેની માહિતી આપી હતી.
આમ ખોટી માહિતીના કારણે સમગ્ર જગ્યાએ મગફળીમાં કૌભાંડ થયું હોવાની ચર્ચા સામે આવી હતી. પરંતુ આ ઘટનાના કારણે હવે રાજ્ય સરકાર સફાળી જાગી છે અને જે પણ કોઈ વ્યક્તિ કે, જેને મગફળીની ખરીદી અને વેચાણ સાથે કોઈ જ પ્રકારનો નિસ્બત ન હોય તેવા કોઇપણ વ્યક્તિને આસપાસ ઉભા રાખવામાં આવશે નહીં.
જયેશ રાદડિયાએ પણ જણાવ્યું હતું કે, આવા કોઈ પણ વ્યક્તિને રાજ્ય સરકાર પડશે નહિ અને તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, આ સાથે જ જે ઓડિયો વાયરલ થઈ છે, તે અંગે પણ જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, ઓડિયો ક્લિપ મેળવીને તેની પણ તપાસ રાજ્ય સરકાર વહેલી તકે કરશે ત્યારે અત્યાર સુધીમાં 300 કરોડ રૂપિયાથી વધુની મગફળીની ખરીદી કરવામાં આવી છે. જ્યારે છેલ્લા બે દિવસથી ખેડૂતોને પૈસાની પણ ચુકવણી શરૂ કરવામાં આવી છે.