ગુજરાત

gujarat

ETV Bharat / state

વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યપ્રધાન મંડળની સતત નવમી કેબીનેટ બેઠક યોજાઈ - consecutive video conference of the Cabinet

કોરોના વાઈરસ અને લોકડાઉન વચ્ચે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેબીનેટ બેઠક યોજાઈ હતી. સતત 9મી કેબીનેટ બેઠક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ હતી.

Cabinet meeting
Cabinet meeting

By

Published : May 27, 2020, 3:36 PM IST

રાજકોટઃ મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં બુધવાર સવારે સતત નવમી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેબીનેટ બેઠક યોજાઈ હતી. જેના અનુસંધાને રાજકોટ ખાતે કલેક્ટર કચેરીમાં કેબિનેટ પ્રધાન જયેશ રાદડીયા અને કુંવરજી બાવળીયા આ બેઠકમાં ઉપસ્થિત રહી ચર્ચા વિચારણામાં સહભાગી થયા હતા.

વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેબીનેટ બેઠક યોજાઈ

આ બેઠકની શરૂઆતમાં સચિવ અશ્વિનીકુમારે પ્રેઝન્ટેશન દ્વારા કોવિડ-19ના સંદર્ભમાં સમગ્ર રાજ્યનો ચિતાર રજૂ કર્યો હતો. જેમાં કોરોના વાઈરસના દર્દીઓની વિગત, કાયદો અને વ્યવસ્થા, અનાજ વિતરણ, શ્રમિકોને સ્પેશિયલ ટ્રેન દ્વારા વતન પહોંચાડવા, વંદે ભારત અભિયાન અંતર્ગત વિદેશથી લોકોને પરત લાવવા, એસ.ટી.બસોનું સુચારૂ સંચાલન, ઔદ્યોગિક એકમો, મનરેગા, સુજલામ સુફલામ વગેરે બાબતોની સવિસ્તાર વિગતો રજૂ કરવમાં આવી હતી.

વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેબીનેટ બેઠક યોજાઈ

કોરોના સંક્રમણના સમયમાં સામાન્ય પ્રજાના કામોના નિર્ણયો અને અસરકારક પગલા જેવી બાબતો સામુહિક ચર્ચા-વિચારોથી લઈ શકાય તે માટે મુખ્યપ્રધાનની પ્રેરણાથી વીડિયો કોન્ફરન્સ બેઠક યોજાઈ રહી છે. આજની બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઇ પટેલ તેમજ પ્રધાનમંડળના અન્ય પ્રધાન સબંધિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કેબીનેટ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા. રાજકોટ ખાતે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details