ખોડલધામ ટ્રસ્ટ ચેરમેન નરેશભાઇ પટેલ સહિતના આગેવાનો દ્વારા ખોડીયાર માતાજીની આરતી પૂજા અર્ચન કરવામાં આવી હતી. KDVS દ્વારા આમંત્રિતોને સન્માનિત કરવામાં આવ્યા હતા. ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા આયોજિત બાય બાય નવરાત્રી કાર્યક્રમ પૂર્વે ખોડલધામ ટ્રસ્ટ ચેરમેન નરેશભાઈ પટેલ, ટ્રસ્ટી ગોપાલભાઈ રૂપાપરા, બકુલભાઈ સોરઠીયા, દિલીપભાઈ રીબડીયા, વેલજીદાદા જય સરદાર સ્કૂલ, યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપના ફાઉન્ડર નિખિલભાઇ દોંગા, પિયુષભાઈ કોટડીયા તેમજ સંજયભાઈ પાદરીયા સહિતનાઓ દ્વારા ખોડીયાર માતાજીની આરતી કરવામાં આવી હતી.
બાદમાં કે.ડી.વી.એસના સદસ્યો દ્વારા સર્વેને શ્રી યંત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. બાય બાય નવરાત્રી કાર્યક્રમમાં 800 થી વધુ ખેલૈયાઓ દાંડિયા રાસ રમ્યા હતા. જેમાંથી પ્રિન્સ, પ્રિન્સેસ, વેલ ડ્રેસ સહિત 32થી ઇનામો ખેલૈયાઓને આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તકે લેઉવા પટેલ સમાજના આગેવાન રસિકભાઈ મારકણા, લક્ષ્મણભાઈ પટેલ પ્રવીણભાઈ રૈયાણી, નગરપાલિકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા, સદસ્ય કૌશિકભાઈ પડારીયા, વિનયભાઇ રાખોલિયા, સહિતનાઓ હાજર રહ્યા હતા.