રાજકોટ : ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન પીએસઆઇ અજયસિંહ જાડેજાને મળેલી પૂર્વ બાતમીના આધારે ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે રીબડા ચોકડી પાસે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન ડુપ્લીકેટ પરમીટ સાથે મોટા મહીકાથી નીકળેલી GJ 11 VV3434 નંબર બસને અટકાવી તપાસ કરતા ડુપ્લીકેટ પરમીટનું કૌભાંડ બહાર આવ્યું હતું.
ડુપ્લીકેટ પરમીટ મેળવી શ્રમિકોને મહારાષ્ટ્ર લઇ જતી બસ પકડાઇ, 2 લોકો વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ - રાજકોટ પોલીસ
કોરોનાના કહેર અને લોકડાઉનના પગલે પરપ્રાંતિય મજૂરોની હાલત કફોડી થવા પામી છે, ત્યારે કેટલાક લેભાગુ તત્વો દ્વારા 54 જેટલા શ્રમિકો પાસેથી પોણા લાખથી પણ વધુની રકમનું ભાડુ ઉઘરાવી ડુપ્લીકેટ પરમીટ સાથે મહારાષ્ટ્ર મોકલવાનું કૌભાંડ કર્યું હતું. જેને તાલુકા પોલીસે રીબડા પાસે બસ પકડી પાડી બે શખ્સો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
ડુપ્લીકેટ પરમીટથી મહારાષ્ટ્ર જતી 54 શ્રમિકો સાથેની બસ પકડાઈ
આ તકે પોલીસે આશિષ નાનજીભાઈ વિરડીયા રહે. સુરત તેમજ તેના પિતા નાનજીભાઈ બેચરભાઈ વિરડીયા રહે. મોટા મહિકા વિરુદ્ધ ipc કલમ 465, 468, 471, 269, 188 તેમજ 114 મુજબ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
TAGGED:
મહારાષ્ટ્ર જતી બસ પકડાઈ