ગુજરાત

gujarat

By

Published : Nov 21, 2019, 9:04 PM IST

ETV Bharat / state

રાજકોટ: આંગડિયા પેઢીમાં 7 લાખની લૂંટ મામલે ફરિયાદી જ આરોપી નીકળ્યો

રાજકોટ: શહેરમાં બુધવારે આંગડિયા પેઢીમાં ચોરી ઘટના થઈ હતી. નવદુર્ગા આંગડિયા પેઢીના સંચાલક પાસેથી 7 લાખ રૂપિયાની ચોરી કરી બે વ્યક્તિ નાસી છૂ્ટ્યાં હતા. જે મામલે પેઢીના સંચાલકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રાજકોટ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસ હાથ ધરી હતી. જેમાં સંચાલક જ ચોર નીકળતા તેની ધરપકડ કરવામાં આવી છે.

રાજકોટમાં આંગડિયા પેઢીની લૂંટને મામલે ફરીયાદી જ આરોપી નીકળ્યો

શહેરના કપિલ હનુમાન મંદિર પાસે આંગડિયા પેઢીના સંચાલક પાસેથી 7 લાખ રૂપિયાની ચોરી કરી બે વ્યક્તિઓ ફરાર થયા હતા. જેની ફરિયાદ સ્થાનિક પોલીસ મથકે નોંધાઈ હતી. ત્યારબાદ પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી હતી. CCTV ફૂટેજના આધારે લૂંટરાઓની પ્રાથમિક માહિતી મેળવી તેમની પૂછપરછ કરાઈ હતી.

રાજકોટમાં આંગડિયા પેઢીની લૂંટને મામલે ફરીયાદી જ આરોપી નીકળ્યો

પોલીસ તપાસ દરમિયાન પેઢીના સંચાલક વિક્રમસિંહે (ફરિયાદી) જ આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતુું. જેને આરોપી પ્રભુભાઈ વેગડા અને અમરસિંગ તંબોડીયા સાથે મળી લૂંટનું કાવતરું ઘડ્યું હતું. આ મામલે પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details