ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ પાસે થયો બોમ્બ બ્લાસ્ટ, 1 જવાન ઘાયલ

રાજકોટ: દેશ તેમજ રાજ્યમાં વિવિધ તબક્કે કોઈ મોટી હોનારત સર્જાય ત્યારે વહીવટી તંત્ર અને તેની વિવિધ એજન્સીઓ લોકોની સાથે રહીને સુરક્ષા પ્રદાન કરતી હોય છે. પરંતુ શાંતિના સમયમાં પણ તેઓ સતત કાર્યરત તથા અભ્યાસ કરતા રહેતા હોય છે. આવા જ એક અભ્યાસના ભાગરૂપે રાજકોટ વહીવટી તંત્ર દ્વારા મોરબીના ગૌરીદડ ગામ પાસે એક કવાયત હાથ ધરવામાં આવી હતી.

રાજકોટ ખાતે થયો બોમ્બ બ્લાસ્ટ, મોકડ્રીલ યોજાઈ

By

Published : Jul 26, 2019, 2:18 AM IST

ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશનના ગૌરીદળ સ્થિત ડેપોમાંથી પસાર થતી પાઈપલાઈન પાસેના અવાવરૂ વિસ્તારમાંથી શંકાસ્પદ સુટકેસ મળી આવી હતી. જે અંગે કંપનીને ગાર્ડ દ્વારા જાણ કરાઈ હતી. આ કંપનીના કંટોલરૂમ દ્વારા પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રના આપદા નિવારણ વિભાગને જાણ કરવામાં આવી હતી. આ સમયે પોલીસ વિભાગના બોમ્બ સ્કવોર્ડને જાણ કરાતા ગણતરીની મિનીટોમાં પહોંચીને તેણે બોમ્બ ડિટેક્ટ કરીને ડિફ્યુઝ કર્યો હતો. આ જ સમયે ડોગ સ્કવોર્ડની ટીમને બીજો બોમ્બ મળી આવ્યો હતો. જેને બોમ્બ સ્કવોર્ડની ટીમે ડીફ્યુઝ કરવાની કોશિષ કરે તે પહેલા જ બોમ્બ બ્લાસ્ટ થઈ જતા જવાન ઘાયલ થયો હતો. જેને રેડક્રોસની ટીમ દ્વારા તરત જ સલામત સ્થળે ખસેડીને સારવાર આપવામાં આવી હતી.

આ અંગે બે ફાયર સ્ટેશન તથા ગેસ લિકેજ ટીમને સંદેશ મળતા જ સમયસર પહોંચીને પોતાની સુઝબુઝ અને સમયસુચકતા વાપરીને આગને કાબુમાં લીધી હતી. આ આગના કારણે ત્યાંથી જ પસાર થતી વિજ લાઈનમાં વિજ પુરવઠાને સ્થગિત કરી દેવામાં આવી હતી. જેને કારણે થનારી જાનહાનીને અટકાવવામાં સફળતા મળી હતી. આ સમયે ગેસ પાઈપલાઈનમાં લાગેલી આગને ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ચપળતા અને સતર્કતાથી બુજાવી દેવામાં આવી હતી.

ગેસ પાઈપલાઈન હાઈવેની નજીકમાં જ હોવાથી મુસાફરી વખતે પસાર થનારી બસ આગથી બચવાના પ્રયાસના કારણે ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી. જેના કારણે બસમાં બેઠેલા મુસાફરો અકસ્માતનો ભોગ બન્યા હતા. આ સમયે આવી પહોંચેલી NDRFની ટીમે બસમાં બેઠેલા 20 જેટલા મુસાફરોને બચાવીને સમયસર સારવાર પુરી પાડી હતી.

ABOUT THE AUTHOR

...view details