રાજકોટ થેલેસેમિયા મેજર જેવા ગંભીર રોગના દર્દીઓને નિયમિત લોહી ચડાવવું જરૂરી હોય છે. ત્યારે રાજકોટની પી.ડી.યુ. (સિવિલ) હોસ્પિટલ (Rajkot Civil Hospital) આવા દર્દીઓને લાઈફલાઈન પૂરી પાડી રહ્યું છે. અહીં અત્યારે 692 થેલિસેમિયા દર્દીઓની સારવાર તેમ જ લોહી ચડાવવાની કામગીરી નિઃશુલ્ક કરવામાં આવે છે.
સિવિલ અધિક્ષકે આપી માહિતી સિવિલના પીડિયાટ્રિક વિભાગમાં 12 વર્ષના સુધીના 252 બાળકોને દર મહિને તેમ જ મેડિસીન વિભાગ ખાતે 12 વર્ષથી વધુ વયના 440 જેટલા થેલિસેમિયાના દર્દીઓને (Rajkot Civil Hospital helps thalassemia patient) દર મહિને લોહીના જરૂરી રિપોર્ટ સાથે રક્ત આપવામાં આવતું હોવાનું સિવિલ અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું.
થેલેસેમિયાના દર્દીની આયર્નની માત્રાની ચકાસણીસિવિલ અધિક્ષક ડો. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, દર 3 મહિને થેલિસેમિયા મેજરના દર્દીઓના ફેરિટન રિપોર્ટ (આયર્નની માત્રા) ચકાસવામાં આવે છે. અને દર 6 મહિને એચ.આઈ.વી. એલ.એફ.ટી. આર.એફ.ટી સહીતના રિપોર્ટ કરવામાં આવે છે. દર્દીની (Rajkot Civil Hospital helps thalassemia patient) સારવારમાં લોહી ચડાવવા માટે નસ પકડવી એ મુખ્ય અને અગત્યનું કામ છે, જે અનુભવી નર્સ દ્વારા કરવામાં આવે છે.