- રાજકોટ માર્કેટિંગ યાર્ડની 14 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી
- 14 માંથી 12 બેઠક પર ભાજપે કબ્જો કર્યો
- ભાજપ દ્વારા તમામ નવા જ ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું હતું
- 32 જેટલા ઉમેદવારો વચ્ચે યોજાઈ હતી ચૂંટણી
રાજકોટઃ રાજકોટમાં સહકારી ક્ષેત્રમાં અગ્રીમ સ્થાન ધરાવતી એવી રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની 14 બેઠકો માટે ગઈકાલે એટલે કે તા.6 ના રોજ ચૂંટણી યોજાઈ હતી. જ્યારે આજે આ બેઠકોનું પરિણામ જાહેર થયું છે. જેમાં ભાજપની પેનલને ભારે બહુમતી મળી છે. જ્યારે 14 માંથી 12 બેઠક પર ભાજપે કબ્જો કર્યો છે. તેમજ એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ છે. માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતા જિલ્લા ભાજપમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. જ્યારે આ વખતે યોજાયેલી યાર્ડની ચૂંટણીમાં ભાજપ દ્વારા પણ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું હતું.
સંઘ વિભાગની બે બેઠક બિનહરીફ જાહેર થઈ હતી
રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી જાહેર થઈ એ સમયે જ સંઘ વિભાગની બે બેઠક બિનહરીફ જાહેર થઈ હતી. જેમાં ભાજપ પ્રેરિત પેનલના પુરુષોત્તમ સાવલિયા અને કેશુભાઇ નંદાણિયા બિનહરીફ ચૂંટાયા હતા. સ્પર્ધા ખેતી વિભાગની 10 બેઠક માટેની હતી. જેમાં ભાજપ પ્રેરિત પેનલના અને ભાજપની જ ભગિની સંસ્થા ભારતીય કિસાન સંઘ પ્રેરિત પેનલના 10-10 ઉપરાંત અન્ય 2 મળી કુલ 22 ઉમેદવાર મેદાને હતાં. જેનું પરીણામ આજે જાહેર થતા ભાજપના તમામ ઉમેદવારોની જીત થઈ હતી. જો કે ભારતીય કિસાન સંઘના તમામ ઉમેદવારની હાર થઈ હતી.
કુલ 32 જેટલા ઉમેદવારો વચ્ચે યોજાઈ હતી ચૂંટણી