રાજકોટ : આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજનાર છે. તેમજ ભગવાન રામની મૂર્તિને બિરાજમાન કરવામાં આવનાર છે. એવામાં દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેર ભાજપ દ્વારા પણ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં સેલ્ફી વિથ અયોધ્યા મંદિર સાથેનો રથ તૈયાર કરવામાં આવ્યો છે. તેમજ આ રથને આજે ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યો છે.
રામમંદિર રથ 18 શહેરમાં વોર્ડમાં ફરશે :જ્યારે રાજકોટ ખાતે સેલ્ફી વિથ અયોધ્યા મંદિર રથના પ્રસ્થાન કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભગવાન રામના બિરાજમાન માટે ઘણા વર્ષોની પ્રતીક્ષા કરવામાં આવી છે. ત્યારે હવે ભગવાન રામને તેમના જ ઘરમાં બિરાજમાન થવાના છે. જ્યારે એક લાંબી પ્રતીક્ષા બાદ તેઓ અયોધ્યા ખાતે પોતાના ઘરે બિરાજમાન થશે.
ભગવાન રામ જે મંદિરમાં બિરાજમાન થવાના છે તે મંદિરની સૂચના અને આદેશને લઈને ભાજપ પક્ષના તમામ નેતાઓ કાર્યકર્તાઓ વિવિધ વિસ્તારમાં લોકોના ઘરે ઘરે જશે અને તેમને અયોધ્યા મંદિર માટેની જાણકારી આપશે. તેમજ અયોધ્યા જવા માટેનું નિમંત્રણ પણ પાઠવશે. બસ આજ અમારો ઉદ્દેશ છે. રાજકોટ ભાજપ દ્વારા પણ આ માટેની તડામાર તૈયારીઓ કરી છે અને આજે રથનું પ્રસ્થાન કરાવાયું છે. આ રથ શહેરના 18રે 18 વોર્ડમાં ફરશે અને ભગવાન રામ તેમજ અઘ્યોધ્યા મંદિર અંગેની જાણકારી તમામ લોકોને આપશે...રત્નાકર ( ભાજપના સંગઠન મહામંત્રી )
વિરોધીઓ પર નિશાન : ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ વધુમાં જણાવ્યું હતું કે રામ મંદિર એ કોઈ રાજકીય મુદ્દો નથી અને તે દરેક ભારતીયનું અસ્થાનું કેન્દ્ર રહ્યું છે. રામ સત્ય અને મર્યાદા સાથે ચાલનારા છે, રામ એ સંઘર્ષની કહાની નથી. એને માનવાવાળો દરેક નાગરિક મર્યાદા સાથે જીવે છે. આ કહીને તેમને વિરોધીઓ પર નિશાન તાક્યું હતું.
સેલ્ફી રથને ખુલ્લો મુકવામાં આવ્યો :ઉલ્લેખનીય છીએ કે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામ મંદિર ખાતે ભગવાન રામની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજનારો છે. ત્યારે તેના ભાગરૂપે રાજકોટ શહેર ભાજપ દ્વારા આજે રામ મંદિર વિથ સેલ્ફી રથને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જે આજથી શહેરના અલગ અલગ વોર્ડમાં ફરશે અને અયોધ્યા મંદિર અંગેની વિવિધ જાણકારીઓ લોકોને આપશે.
- Mahisagar News: લુણાવાડામાં અયોધ્યા રામ મંદિર જતી 108 ફિટ લાંબી અગરબત્તીની શોભાયાત્રા નીકળી
- Rajkot ram mandir: રાજકોટની દિવાલો પર થશે અયોધ્યા અને રામ મંદિરના દર્શન, જુઓ વીડિયો