ગુજરાત

gujarat

ETV Bharat / state

મારો ભાઈ છે એણે માસ્ક નહોંતું પહેર્યું: ભાજપ નેતા, તમારો ભાઈ છે તો જવા દઈએ! : PSI - કોવિડ ગાઇડલાઇનને તોડનાર

રાજકોટના વીરપુર ખાતે પોલીસ અને ભાજપી નેતાની વચ્ચેનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં, ભાજપ નેતા કહે છે કે, મારો ભાઈ છે એણે માસ્ક નહોંતું પહેર્યું, તો સામે PSI એ કહ્યું કે, તમારો ભાઈ છે તો જવા દઈએ!, આ ઓડિયો વાયરલ થતા જ જિલ્લા પોલીસ વડાએ કાર્યવાહી કરી PSIને જસદણ પોલીસ સ્ટેશનમાં બદલી કરી નાખી હતી.

BJP leader and PSI Audio clip viral in Virpur
વિરપુરમાં ભાજપના નેતા અને PSI ઓડિયો ક્લિપ વાયરલ

By

Published : Jul 6, 2021, 8:55 PM IST

  • PSI અને ભાજપ અગ્રણી વચ્ચે થયેલી વાતચીતની ઓડિયો ક્લિપ થઈ વાયરલ
  • જિલ્લા પોલીસ વડા દ્વારા PSI ભોજાણીની જસદણ પોલીસ સ્ટેશન ખાતે બદલી કરાઈ
  • માસ્ક પહેરવા અંગે PSI અને ભાજપ અગ્રણી વચ્ચે થઈ હતી વાતચીત

રાજકોટ: જિલ્લાના વીરપુરમાં માસ્ક મામલે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જેમાં ભાજપ નેતા PSIને ઓડિયો ક્લિપમાં કહે છે કે, મારો ભાઈ છે એણે માસ્ક નહોંતું પહેર્યું, તો સામે PSI પણ કહે છે તમારો ભાઈ છે તો જવા દઈએ!, આમ માસ્ક નહીં પહેર્યું એટલે જવા દો કહી પોલીસ અને ભાજપ નેતા બન્ને કોવિડ ગાઇડલાઇનને તોડનાર શખ્સને નજર અંદાજ કરે છે. તેવા વિવાદને લઈ ASPને તપાસ સોંપવામાં આવી હતી. આજરોજ મંગળવારે જિલ્લા પોલીસ વડા દ્વારા વીરપુરના PSI આર એ ભોજાણીની જસદણ ખાતે બદલી કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

આ પણ વાંચો:રાજકોટમાં રાત્રી કરફ્યૂ દરમિયાન ખાનગી ટ્રાવેલ્સને શહેરમાં પ્રવેશની માગ

મામલો શું હતો?

કોરોના કાળમાં માસ્ક ન પહેરવાને તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરનાર પાસેથી પોલીસે પ્રજા પાસેથી જંગી દંડ વસુલ્યો છે, પરતું ગુજરાતમાં પોલીસ કેમ નેતાઓને કે તેમના સગા-સંબંધીઓને નિયમોનું પાલન નથી કરાવી શકતી તેનું એક ઉદાહરણ સામે આવ્યું હતું. વિરપુરમાં એક કથિત ઓડિયો વાયરલ થયો હતો. જેમાં પોલીસ અને ભાજપ નેતા વચ્ચે ચર્ચા થઈ હતી.

આ પણ વાંચો:રાજકોટમાં સગર્ભાએ એસિડ પીધું, ગર્ભમાં રહેલ બે બાળકો સહિત ત્રણના મોત

ABOUT THE AUTHOR

...view details