રાજકોટધોરાજી તાલુકાના પાટણવાવ ગામ ખાતે આવેલ ઓસમ પર્વત (Osam Parvat)પર ભાદરવી અમાસ(Shani Amavasya 2022) નિમિત્તે ઉત્સવ યોજવામાં આવે છે. જેને લઇને ઓસમ પર્વતના પટાંગણમાં ભવ્ય લોકમેળાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી કોરોનાને લઈને આ મેળાઓ રદ કરવામાં આવ્યા હતા. ફરી એક વખત મેળાઓને મંજૂરી મળતા પાટણવાવ ખાતેના આ લોકમેળાનું આયોજન કરવામાં આવતા મેળાના લોકાર્પણમાં ભાજપ અને કોંગ્રેસના દિગજ નેતાઓ(BJP and Congress leaders seen together) સાથે સાથે જોવા મળ્યા છે.
આ પણ વાંચોShravan Month 2022: ટપકેશ્વર મહાદેવે હરિયાળી સોળે કળાએ ખીલી ઊઠી
ભાજપ કોંગ્રેસના નેતા સાથે દેખાયાધોરાજી ઉપલેટા વિધાનસભાના કોંગ્રેસ પક્ષના વર્તમાન સમયના ધારાસભ્ય લલિત વસોયા છેલ્લા ઘણા સમયથી ભાજપ સાથે જોડાવાની ચર્ચાએ ચર્ચાઈ રહ્યા છે. પાટણવાવ ખાતે યોજાયેલ લોકમેળાના લોકાર્પણ કાર્યક્રમમાં પણ આમંત્રણ પત્રિકાની અંદર ધારાસભ્ય લલિત વસોયાનું ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે નામ જોડવામાં આવતા ફરી રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. આ બાદ મેળાના લોકાર્પણ સમયે પણ કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા, અરવિંદ રૈયાણી અને પોરબંદર સાંસદ સાથે સાથે જોવા મળતા ફરી એક વખત કોંગ્રેસી ધારાસભ્ય લલિત વસોયાનો ભાજપ તરફી ઝુકાવ સામે આવ્યું છે.