ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપ ઉમેદવાર મોહન કુંડારીયાએ ખોડલમાતાના કર્યા દર્શન... - BJP

રાજકોટ: રાજકોટ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર મોહન કુંડારીયા ખોડલમાતાના દર્શન કરવા માટે કાગવડ ખાતે પહોંચ્યા હતા.

સ્પોટ ફોટો

By

Published : Apr 10, 2019, 5:17 PM IST

સમગ્ર રાજ્યમાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે, ત્યારે ઉમેદવારો પોતાની જીત માટે તમામ પ્રકારના પ્રયાસો કરી રહ્યાં છે. જેમાં ઉમેદવારો મંદિર સુધી દેવી-દેવતાઓના આર્શીવાદ લેવા દોડી જતા પણ જોવા મળ્યા છે. રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર મોહન કુંડારીયા કાગવડ ખાતે આવેલા ખોડલમાતાના દર્શને આવ્યાં હતાં.

મોહન કુંડારીયાએ ખોડલમાતાના કર્યા દર્શન...

મોહન કુંડારીયાએ ખોડલમાતાના ચરણોમાં શીશ ઝુકાવીને પોતાની જીતની પ્રાર્થના કરી હતી. તેમણે જણાવ્યું કે, ચૂંટણી સમયે ચાલી રહેલા નેતાઓના વાણીવિલાસને પાર્ટી સાથે કોઈ નિસ્બત નથી. એ તો જે-તે નેતાઓનો વ્યક્તિગત સ્વભાવ ગણાવ્યો હતો. આ સાથે જ તેમણે જણાવ્યું કે, તેઓ હંમેશા મીડિયા અને લોકોનું સન્માન કરે છે.

ABOUT THE AUTHOR

...view details