- રાજ્યસભાની ખાલી પડેલી 2 બેઠક માટે ભાજપને નામ કર્યા જાહેર
- રામભાઈની કંપની સૌરાષ્ટ્ર વિસ્તારમાં હોટેલ, ટ્રાન્સપોર્ટ, રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ કાર્યરત
- રાજ્યસભાની એક બેઠક ફરી રાજકોટના ફાળે આવે તેવી શક્યતા
રાજકોટ: તાજેતરમાં જ રાજ્યસભાના સાંસદ એવા અભય ભારદ્વાજનું અવસાન થયું હતું. જ્યારે કોંગ્રેસના અહેમદ પટેલનું અવસાન થયું હતું. જેને લઇને ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો ખાલી થઈ હતી. જેને લઈને ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની બે બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી જાહેર કરવામાં આવતા ભાજપ દ્વારા ફરી એક બેઠક પર રાજકોટના રામભાઈ મોકરિયા નામની પસંદગી કરવામાં આવી છે.