ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપ દ્બારા જેતપુર તાલુકા પંચાયતની 20 બેઠકોમાંથી 19 ઉમેદવારોના નામની જાહેરાત - District BJP President Mansukhbhai Khacharia

જેતપુર તાલુકા પંચાયતની ચૂંટણી માટે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા જતા ભાજપના ઉમેદવારો જેતપુરના ધોરાજી રોડ પર આવલે લેઉઆ પટેલ સમાજ ભવન ખાતે ભેગા થયા હતા. ઉત્સાહમાં ભાજપના કાર્યકરો અને નેતાઓ માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સની સભાનતા પણ ભૂલ્યા હતા.

જેતપુર તાલુકા પંચાયતની બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત
જેતપુર તાલુકા પંચાયતની બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત

By

Published : Feb 13, 2021, 5:02 PM IST

  • રાજકોટના જેતલપુર તાલુકા પંચાયતની ચૂંટણીના ઉમેદવારના નામ જાહેર
  • ઉમેદવારોમાં નવા ચહેરાઓને જ ટિકિટ આપવામાં આવી
  • મોટાભાગના નેતા અને કાર્યકરો માસ્ક વગર જોવા મળ્યા હતા

રાજકોટ :જેતપુર લેઉઆ પટેલ સમાજ ખાતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના ફોર્મ ભરવાના હોવાથી કાર્યકર્તા તેમજ ઉમેદવારોમાં ઉત્સાહ વધારવા કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા, રાજકોટ ડેરીના પ્રમુખ ગોરધનભાઇ ધામેલીયા, પુર્વ મંત્રી જશુમતીબેન કોરાટ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ સુરેશભાઈ સખરેલીયા, રાજકોટ જિલ્લા ભાજપ મંત્રી બિંદીયાબેન મકવાણા, રાજકોટ જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ કિશોરભાઈ શાહ, જેતપુર શહેર ભાજપ પ્રમુખ રામભાઈ જોગી તેમજ મહામંત્રી બાબુભાઈ ખાચરિયા, વિપુલભાઈ સંચાણીયા તેમજ શહેર ભાજપ ટીમ અને જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના ઉમેદવાર હાજર રહ્યા હતા.

જેતપુર તાલુકા પંચાયતની બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત

કોરોના ગાઇડલાઇનનો ભંગ

આ કાર્યક્રમ દરમિયાન મોટાભાગના નેતા અને કાર્યકરો માસ્ક વગર જોવા મળ્યા હતા અને જાણે કોરના વાઇરસ ખતમ જ થઈ ગયો હોય તેવો માહોલ સર્જાયો હતો.

ABOUT THE AUTHOR

...view details