ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસે સામસામે પાટીદાર ઉમેદવારો ઉભા રાખ્યાં - gujarat elections

રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ બન્ને પક્ષોએ 36 બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. ત્યારે બન્ને પક્ષો હવે પાટીદારોના સહારે હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષો જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે પાટીદાર ઉમેદવારોને સામે પાટીદાર ઉમેદવાર ઉતાર્યા હોવાનું દેખાઈ રહ્યું છે.

રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસે સામસામે પાટીદાર ઉમેદવારો ઉભા રાખ્યાં
રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસે સામસામે પાટીદાર ઉમેદવારો ઉભા રાખ્યાં

By

Published : Feb 14, 2021, 7:58 AM IST

  • રાજકોટ જિલ્લા પંચાયતની 36 સીટો પર ચૂંટણી યોજાશે
  • ભાજપ-કોંગ્રેસે સામસામે પાટીદાર ઉમેદવારો ઉભા રાખ્યા
  • ચૂંયણી જીતવા માટે બંને પક્ષો પાટીદારોનાં સહારે

રાજકોટ: આગામી 28 ફેબ્રુઆરીનાં રોજ યોજાનારી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ બન્ને પક્ષોએ 36 બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. ત્યારે બન્ને પક્ષો હવે પાટીદારોના સહારે હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, બંને પક્ષો દ્વારા જાહેર કરાયેલા નામોમાં સામસામે પાટીદાર ઉમેદવારો જાહેર કરાયા હોવાનું જાણવા મળ્યું છે.


36 પૈકી 17 ટિકિટો પાટીદાર સમાજને અપાઈ

રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકોની ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસ પાટીદાર સામે પાટીદાર ઉમેદવાર ઉભા રાખી રહ્યા છે. ત્યારે પાટીદાર સામે પાટીદારનો જંગ જામશે. કોંગ્રેસ દ્વારા રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અંદાજે 17 ટિકિટો પાટીદાર સમાજને આપી છે. જ્યારે બાકીની સીટો પર અન્ય સમાજને ટિકિટ આપી છે. જેમાં મુસ્લિમ, અનુ.જાતિ, અનુ.જનજાતિ અને બક્ષીપંચનો સમાવેશ થાય છે.

પૂર્વ કારોબારી ચેરમેન ખાટરીયાને કોટડાસાંગણીની ટિકિટ

પૂર્વ કારોબારી ચેરમેન અર્જુનભાઇ ખાટરીયાને કોટડાસાંગણી પરથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે સાંણથલી બેઠક પરથી શારદાબેન ધડુકને ટિકિટ આપવામાં આવી છે. શાપરની બેઠક પર ક્ષત્રિય સમાજનાં મહિલાને ટિકિટ મળી રહી છે. તેમજ ત્રમ્બા, કંડોરણા અને કુવાડવા પર પાટીદારોને ટીકીટ અપાઈ રહી છે. રાજકોટ જીલ્લાનાં સરધાર બેઠક પર રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખની સામે કોંગ્રેસ પાર્ટી દ્વારા ભરત લકકડને અજમાવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details