રાજકોટઃ શહેરમાં મોડી રાત્રે 80 ફૂટ રોડ પર અમૂલ સર્કલ નજીક પુરપાટ ઝડપે આવતી BMW કારની હડફેટે બાઈક સવાર યુવકનું મોત BMW કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં બાઇકચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જેમાં 45 વર્ષીય જયંતિભાઇ રાઠોડનું મોત થયું છે. જેઓ થોરાળા વિસ્તારમાં રહેતા હતા અને પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.
BMW કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં બાઇકચાલકનું ઘટનાસ્થળે મોત - રાજકોટમાં અકસ્માતમાં બાઇક ચાલકનું મોત
સમગ્ર રાજ્ય સહિત રાજકોટમાં અકસ્માતના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજકોટમાં મોડી રાત્રે પુર ઝડપે આવી રહેલી BMW કારે બાઇક સવારને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત થયું હતું.
BMW કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં બાઇકચાલકનું ઘટનાસ્થળે મોત
કેફી પદાર્થ પીને કાર ચલાવતો હોવાનું પોલીસ તપાસમાં આવ્યું સામે
રાજકોટ-અમૂલ સર્કલ નજીક થયેલ અકસ્માતમાં BMW કાર લક્કીરાજ ભગવાનજી અકવાલિયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે લક્કીરાજ કેફી પદાર્થ પીને કાર ચલાવતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે વધુ તપાસ કરતા પોલીસે લક્કીરાજની અટકાયત કરી હતી.