ગુજરાત

gujarat

ETV Bharat / state

પાંડવકાળના ઈતિહાસ સાથે સંઘરાયેલ ગોંડલનું ભીમનાથ મંદિર - રાજકોટ

રાજકોટઃ ગોંડલી નદી કિનારે અને રાજવી પરિવારના નવલખા બંગલા પાસે આવેલ શ્રી ભીમનાથ મહાદેવ મંદિર સાથે શ્રી કૃષ્ણ અને પાંડવોના સમયનો ઈતિહાસ સંઘરાયેલ છે.

Bhimnath Temple

By

Published : Aug 5, 2019, 10:14 PM IST

ઘમસાણગીરી બાપુની 17મી પેઢી અને વર્તમાન મંદિરની પૂજા અર્ચના કરતા જયપાલગીરી સુખદેવગીરી ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, ગોંડલી નદીનું નામ પહેલા ગૌકર્ણી નદી હતું અને ગોંડલનું નામ ગૌકર્ણ હતું. સમય જતા ભાષાનો અપભ્રંશ થતા ગૌમંડળ અને ગોંડલ થયું છે.

લોકવાયકા પ્રમાણે, શ્રી કૃષ્ણ અને પાંડવના સમયમાં ભીમે મહાદેવજીની પૂજા કર્યા પછી જ ભોજન કરવાનો સંકલ્પ કર્યો હતો. ગોકુલ, મથુરાથી દ્વારકા જતી વેળાએ શ્રી કૃષ્ણ અને પાંડવોએ ગૌકણિ નદીના કિનારે રાતવાસો કર્યો હતો. જ્યાં સવારે ભીમનો સંકલ્પ પૂરો કરવા શ્રી કૃષ્ણ દ્વારા શિવલીંગની સ્થાપના કરવામાં આવી હતી અને ભીમ દ્વારા પૂજા કરતા આ સ્થાનનું નામ ભીમનાથ મહાદેવ મંદિર પડ્યું હતું.

પાંડવકાળના ઈતિહાસ સાથે સંઘરાયેલ ગોંડલનું ભીમનાથ મંદિર
હજારો વર્ષો વિત્યા હોવા છતાં ઘમાસાણ ગીરી બાપુને સ્વપ્નમાં આ જગ્યા આવતા ફરી પૂજા અર્ચના શરુ કરવામાં આવી હતી. આ મંદિર પાસે રામભારતી બાપુની સમાધિ પણ આવેલી છે. જેમણે રાજવી પરિવારના રાજમાતાને પોતાનું આયુષ્ય આપી જીવંત સમાધિ લીધી હતી. તે સમયનું લખાણ આજે પણ તકતીમાં અંકિત કરેલું જોવા મળે છે. મંદિર અને નદીની સામે પાર મસ્જિદ અને કબ્રસ્તાન આવેલા છે. મંદિરમાં થતો ઘંટારવ, ધૂન ભજનનો વળતો પડઘો અહી નિત્ય સંભાળાતો રહે છે. શ્રાવણ માસમાં હજારો ભક્તો દર્શને આવે છે, પરંતુ 365 દિવસ નિત્ય દર્શને પણ શ્રદ્ધાળુઓ આવી ભક્તિમાં લીન થતા હોય છે.

ABOUT THE AUTHOR

...view details