ગુજરાત

gujarat

ETV Bharat / state

Navratri 2023: સળગતા અંગારામાં ખેલૈયાઓના રાસ સાથે ભક્તિ, માતાજીના થયા સાક્ષાત્કારના દર્શન - Navratri 2023

નવરાત્રીના પાવન પર્વ પર રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નીલાખા ગામે ચોથા અને આઠમા નોરતે ખુલ્લા પગે સળગતા અંગારા પર મશાલ રાસ રમવામાં આવે છે. જ્યાં આ રાસ જોઈને સૌ કોઈ માતાજીની શક્તિના સાક્ષાત્કારની અનુભૂતિ કરે છે. જુઓ ETV BHARATના આ વિશેષ અહેવાલમાં.

Navratri 2023: સળગતા અંગારામાં ખેલૈયાઓના રાસ સાથે ભક્તિ, માતાજીના થયા સાક્ષાત્કારના દર્શન
Navratri 2023: સળગતા અંગારામાં ખેલૈયાઓના રાસ સાથે ભક્તિ, માતાજીના થયા સાક્ષાત્કારના દર્શન

By ETV Bharat Gujarati Team

Published : Oct 23, 2023, 8:46 AM IST

સળગતા અંગારામાં ખેલૈયાઓના રાસ સાથે ભક્તિ, માતાજીના થયા સાક્ષાત્કારના દર્શન

રાજકોટ: ઉપલેટા તાલુકાના નીલાખા ગામે છેલ્લા બે વર્ષથી શ્રી નવદુર્ગા ગરબી મંડળમાં નવરાત્રીના નોરતામાં ચોથા નોરતે તેમજ આઠમા નોરતે મશાલ રાસ રમવામાં આવે છે. જે રાસને જોવા માટે આસપાસના પંથકના ધર્મપ્રેમી, કલાપ્રેમી લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડે છે. ત્યારે ઉપલેટા તાલુકાના નાના એવા નિલાખા ગામમાં જ્યારથી ગામની સ્થાપના કરવામાં આવી ત્યારથી પરંપરાગત રીતે અહિયાં માતાજીની ભક્તિ, આરાધના, સાધન અને ભક્તિભાવ સાથે અહીં પ્રાચીન રાસની નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. જેમાં આ ગરબીની અંદર દીકરા તેમજ દીકરીઓના અલગ-અલગ પ્રાચીન રાસ ગરબાઓ પરંપરાગત સંગીતના સાધનો સાથે રજૂ કરવામાં આવે છે.

સળગતા અંગારાઓ પર ખેલૈયાઓએ ખુલ્લા પગે રમ્યો રાસ

"આ નીલાખા ગામની સ્થાપના થઈ ત્યારથી લઈને આજ સુધી પરંપરાગત રીતે સમસ્ત ગામના સાથ સહકારથી આ ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ ગરબીની અંદર ભાગ લેતા દીકરા દીકરીઓ પાસે કોઈ પણ પ્રકારની ફી તેમજ ફંડ પણ નથી લેવામાં આવતો. આ ઉપરાંત આ ગરબીમાં રોજનો હજારો રૂપિયાનો ફાળો પણ આવે છે. સાથે સાથે સહયોગીઓ, દાતાઓ તેમજ સહકાર આપનારાઓ દ્વારા રોજની 10 થી 15 જેટલી લાણીઓ પણ આપવામાં આવે છે. ગરબીના અંતમાં છેલ્લા દિવસે ગરબીમાં ભાગ લેનાર દીકરા અને દીકરીઓને પણ ગરમી તરફથી વિશેષ રૂપે લાણીનું ખાસ વિતરણ કરવામાં આવે છે."--ગોપાલ ડાંગર (ગરબી સંચાલક)

સળગતા અંગારાઓ પર ખેલૈયાઓએ ખુલ્લા પગે રમ્યો રાસ

માતાજીના સાક્ષાત્કારના દર્શન: વર્તમાન સમયની અંદર લોકો અર્વાચીન ગરબીઓ તરફ વળી રહ્યા છે. ત્યારે નીલાખા ગામમાં થતી એકમાત્ર ગરબી એટલે કે, શ્રી નવદુર્ગા ગરબી મંડળ દ્વારા આધુનિક સંસાધનો, યંત્રોને બદલે પરંપરાગત ગરબીઓમાં વપરાતા યંત્રો એટલે કે ઢોલ, મંજીરા, પેટી જેવા સંગીતના સાધનોનો ઉપયોગ કરી ગાયક કલાકારો દ્વારા માતાજીના ગરબા અને રાસ ગરબાઓ ગાયને ગરબીમાં રાસ રમાડવામાં આવે છે. જેમાં ખાસ કરીને અહિયાં મશાલ રાસ જોવા મળે લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડે છે અને માતાજીના સાક્ષાત્કારના દર્શન કરે છે.

સળગતા અંગારાઓ પર ખેલૈયાઓએ ખુલ્લા પગે રમ્યો રાસ

"છેલ્લા સાત વર્ષથી આ ગરમીમાં તે ભાગ લે છે અને છેલ્લા બે વર્ષથી મશાલ રાસમાં પણ તેઓ ભાગ લે છે. આ વર્ષે નવા ઢાલ તલવાર રાસનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ રાસની પ્રેક્ટિસ દરમિયાન જ્યારે મથાલરાશ રમવામાં આવે છે. ત્યારે ગરબીમાં જ્યારે મસાલા રાસ રજૂ થાય છે. ત્યાં સુધીમાં માતાજીની આરાધના, શક્તિ સાક્ષાત્કાર લઈને હજુ સુધી કોઈપણ ને કોઈ પણ પ્રકારની ઇજા કે કોઈપણ પ્રકારનું નુકસાન નથી થયું. ત્યારે આ ગરબીમાં માતાજીના સાક્ષાત્કારના દર્શન કરવા અને વિશેષ રૂપે મશાલ રાસને જોવા માટે આસપાસના વિસ્તારના લોકો ચોથા નોરતે તેમજ આઠમા નોરતે સંખ્યામાં દોડી આવે છે. માતાજી સાક્ષાત્કારના દર્શન કરતા નજરે પડે છે."--નિલેશ ચાવડા (ગરબીમાં રાસ રમનાર)

સળગતા અંગારાઓ પર ખેલૈયાઓએ ખુલ્લા પગે રમ્યો રાસ

સૌ કોઈ મંત્રમુગ્ધ: નિલાખા ગામની આ ગરબીમાં છેલ્લા બે વર્ષથી નવરાત્રીમાં બે વખત મશાલ રાશનું વિશેષ આયોજન થાય છે. જેમાં આ વર્ષે મશાલ રાસ ઉપરાંત ઢાલ તલવાર રાસ તેમજ શક્તિ પ્રદર્શન રૂપે તલવાર રાસનું પણ વિશેષ રૂપે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માતાજીના સાક્ષાત્કારના દર્શન કરવા આસપાસના પંથકના લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડે છે. કારણ કે, સંચાલકોના જણાવ્યા પ્રમાણે ગરબીની પ્રેક્ટિસથી લઈને રાસ રમવામાં આવે છે. તે રાસ દરમિયાન પણ હજુ સુધી કોઈપણ કોઈપણ પ્રકારની મશાલ રાસમાં અંગારાથી કોઈ પણને ઇજા નથી પહોંચી અને માતાજીના સાક્ષાત્કારના આ દર્શન કરવા લોકો ઉમટી પડે છે. આ રાસ જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ બની જાય છે.

સળગતા અંગારાઓ પર ખેલૈયાઓએ ખુલ્લા પગે રમ્યો રાસ

લોકોની સંખ્યામાં વધારો:વર્તમાન સમયની અંદર ડી.જે. ના તાલ અને આધુનિક યંત્રો, સંસાધનોથી ગરબીઓનું આયોજન થાય છે. આ ગરીબીઓના આયોજનમાં અર્વાચીન દાંડિયા મહોત્સવના વિશેષરૂપ આયોજન થતા હોય છે. આ પરંપરાગત રાસ ગરબામાં દીકરા તેમજ દીકરીઓને પ્રાચીન વાજિંત્રો સાથે લાઈવ ગરબા ગાય માતાજીની આરાધના અને માતાજીને નવરાત્રીમાં પૂજા, અર્ચના અને પ્રાર્થના કરવામાં આવે છે. જે જોવા માટે દિવસે લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.

  1. Gandhinagar Maha Arati : આઠમના દિવસે રામકથા મેદાન ખાતે મહાઆરતીનું આયોજન કરાયું, દિપ પ્રગટાવી વડાપ્રધાનની પ્રતિકૃતિ બનાવી તેને મળ્યું વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન
  2. Maha Aarti Of Umiya Mata: 35 હજારથી વધુ લોકોએ હાથમાં દીવડાઓ લઈને મા ઉમિયાની મહાઆરતી કરી

ABOUT THE AUTHOR

...view details