ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલનો ભાદર ડેમ ઓવરફ્લો, રાજકોટ જિલ્લામાં પાણીની સમસ્યાનો હલ... - ડેમમાં અંદાજે 481 ક્યુસેક પાણીની આવક

રાજકોટઃ ગોંડલ સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમોમાં બીજા નંબરનો ડેમ ગણાતો ગોંડલનો ભાદર ડેમ કુલ 34 ફૂટની સપાટી ધરાવે છે. જે છલોછલ ભરાઈ ગયો છે. ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ભાદર ડેમમાં અંદાજે 481 ક્યુસેક પાણીની આવક જોવા મળી હતી. હાલ ડેમના 2 દરવાજા અડધો ફૂટ ખોલી દેવાયા છે.

ભાદર ડેમ થયો ઓવરફ્લો ડેમના 2 દરવાજા અડધો ફૂટ ખોલાયા

By

Published : Sep 23, 2019, 12:17 PM IST

ભાદર ડેમના 2 દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યાં છે. ડેમમાં થતી પાણીની આવકની સામે 481 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમ ઓવરફલો થતાં ડેમના નીચાણવાળા વિસ્તારોમાં જેતપુર તાલુકાના 17 જેટલા ગામોના લોકોને સાવચેત કરીને નદીના પટમાં અવર જવર ન કરવાની સૂચનાઓ આપી દેવામાં આવી હતી.

ભાદર ડેમ થયો ઓવરફ્લો ડેમના 2 દરવાજા અડધો ફૂટ ખોલાયા

ભાદર ડેમ ઓવરફલો થતાં રાજકોટ, જેતપુર, વિરપુર સહિતના અનેક ગામોનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થશે. આ સાથે જેતપુર, ધોરાજી પંથકના ખેડૂતોનો સિંચાઈ માટેના પ્રશ્નનો હલ થશે. ડેમ ઓવરફ્લો થતાં હાલ ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details