રાજકોટઉપલેટા શહેરમાં આવેલા ભાદરનો પુલ (Bhadar bridge in Upaleta city) એટલે કે પાટણવાવ રોડને તંત્ર દ્વારા અચાનક બંધ કરી દેવામાં (Patnawav road was suddenly closed ) આવતા ઉપલેટા આવન જાવન કરતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોને જોડતો (hadar bridge connecting rural areas of Upleta) તેમજ જૂનાગઢ તેમજ અન્ય વિસ્તારને જોડતો રાજાશાહી વખતનો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ભાદરનો પુલ અત્યંત જર્જરીત હાલતમાં હોવાનું ETV Bharatના અહેવાલ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. ત્યારે જર્જરીત પુલ પર તંત્રે અચાનક એક્શન લઈ કોઈ જાણ કે નોટિસ વગર બંધ કરી દીધેલો છે.
રાજકોટના ઉપલેટા શહેરમાં આવેલો પાટણવાવ રોડ પર ભાદરનો પુલ અચાનક જ બંધ કરી દેવાતા હોબાળો મચી ગયો હતો તંત્ર આવ્યું એક્શનમાંજે રીતે નબળા પુલને કારણે મોરબીમાં મોટી દુર્ઘટનામાં (Morbi Hanging Bridge Collapse) અનેક લોકો હોમાઈ ગયા હતા. ત્યારે અહીંયા રાજાશાહી વખતના ભાદરપુરની નબળી પરિસ્થિતિ અંગેની વાસ્તવિકતા બતાવતા જ તંત્ર સફાળી જાગી અને ઉપલેટાથી પાટણવાવ તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારો અને જિલ્લામાં જતો એકમાત્ર રસ્તો બંધ કરાવવા માટેની સૂચના આપી હતી.
ગામડે જતા લોકો ફસાઈ જતા હોબાળો મચ્યો હતો મામલતદારને પૂછો તેવો જવાબ આપ્યો હતોઉપલેટાથી પાટણવાવ તેમજ ઉપલેટા તાલુકાના અને જૂનાગઢ જિલ્લાના તેમજ ધોરાજી તાલુકા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોના લોકોને જોડતો એકમાત્ર રસ્તો તંત્ર દ્વારા અચાનક બંધ કરી દેવામાં આવ્યો હતો. આ રસ્તો બંધ કરી દેવામાં આવતા લોકોએ પણ હોબાળો મચાવ્યો હતો. જોકે આ બાબતે પોલીસ કર્મચારીને પૂછતા તેમને ઉડાઉ જવાબ આપી અને મામલતદારને પૂછો તેવો જવાબ આપ્યો હતો ત્યારે અચાનક જ એકમાત્ર ચાલુ રસ્તો બંધ થઈ જતા આવન-જાવન માટેનો સંપૂર્ણ માર્ગ બંધ કરી દેવામાં આવતા ઉપલેટા આવેલો હતો. તેમજ ઉપલેટાથી પરત પોતાના ઘરે જનાર લોકો ફસાઈ ગયા હતા. જેમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ હોવાના દ્રશ્યો સર્જાયા હતા.
મ્ય વિસ્તારો અને જિલ્લામાં જતો એકમાત્ર રસ્તો બંધ કરાવવા માટેની સૂચના આપી હતી. ગામડે જતા લોકો ફસાઈ જતા હોબાળો મચ્યો હતોઅત્યાર સુધી આ રસ્તો અને તેમાં આવેલો પુલ ખૂબ જર્જરિત હતું. ત્યારે મીડિયામાં આવેલા અહેવાલ બાદ તંત્ર દ્વારા કોઈપણ જાતની જાણ કે સૂચના વગર એકમાત્ર રસ્તો બંધ કરી દેવામાં આવતા ગામડેથી આવેલા લોકો અને ગામડે જતા લોકો ફસાઈ જતા હોબાળો મચ્યો હતો. ત્યારે હોબાળો મચી જતા અને લોકો ફસાઈ જતા તેમજ પોતાના ઘરે કઈ રીતે પહોંચવું તેની ચિંતામાં અને રોષમાં લોકોએ જાતે જ રસ્તો ખુલ્લો કરી અને આવન-જાવન શરૂ કરી દીધું હોવાનું પણ સામે આવ્યું છે.
ઉપલેટા શહેરમાં આવેલ ભાદરનો પુલ એટલે કે પાટણવાવ રોડને તંત્ર દ્વારા અચાનક બંધ કરી દેવામાં આવતા ઉપલેટા આવન-જાવન કરતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો વિવાદો અને રાહદારીઓની ચિંતા વધી રહી છેજોકે આ બાબતે ફરી રસ્તો ખાલી થઈ જતા જ તુરંત તંત્ર દ્વારા ફરી એક વખત રસ્તો બંધ કરી દેવાની પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે રાત્રી દરમિયાન લોકો ક્યાંથી આવશે અને ક્યાં જશે તેને લઈને પણ વિવાદો અને રાહદારીઓની ચિંતા વધી રહી છે કારણ કે આ રસ્તા સિવાય લોકોને આવન જાવન માટે અન્ય ગ્રામ્ય વિસ્તારનો વૈકલ્પિક માર્ક 40 થી 45 કિલોમીટર હોવાનું રાહદારી દ્વારા જણાવવામાં આવ્યું છે.