આર.આર. સેલ પોલીસના મનીષભાઈ વરૂ સહિતનના સ્ટાફ દ્વારા માલવિયા નગર વિસ્તારમાં દરોડો પાડી IPL ટી-20 ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા આશિષ ઉર્ફે રામ જીતેન્દ્રભાઈ સોમૈયાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગોંડલના માલવિયાનગર વિસ્તારમાંથી IPL પર સટ્ટો રમતો ઇસમ ઝડપાયો
રાજકોટઃ ગોંડલના માલવિયા નગર વિસ્તારમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા આર.આર. સેલ પોલીસ દ્વારા દરોડો પાડી એકની ધરપકડ કરી રૂપિયા 9500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
ફાઇલ ફોટો
આશિષ દ્વારા જુનાગઢના બુકી યોગેશ ઉર્ફે વાઈ. જે. , ભાવનગરના રૂપેશ ઉર્ફે આરએસ, ઇમરાન ઉર્ફે એપલ તેમજ અલી વગેરે બુકીઓને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે.