રાજકોટમાં કારમાં બેસીને સટ્ટો રમતા એક ઈસમની ધરપકડ - rajkot police
રાજકોટઃ શહેરના આમ્રપાલી વિસ્તારમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી મેચ પર કારમાં બેઠા બેઠા સટ્ટો રમતા એક ઇસમની ગાંધીગ્રામ પોલીસે બાતમીના આધારે ધરપકડ કરી છે.
hjgh
સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં ગુન્હાખોરીમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુનેગારો પણ નવી નવી તરકીબો અજમાવી રહ્યા છે.તો શહેરમાં આમ્રપાલી વિસ્તારમાં GJ 03-CR-0723 નંબર વાળી કારમાં પાર્થ ધીરુભાઇ પેશાવડીયા નામનો ઈસમ વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ વચ્ચેની રમાઈ રહેલી પર સટ્ટો રમતા ઝડપાયો છે. તો પોલીસે ઈસમ પાસેથીમોબાઈલ, કાર, રોકડા રૂપિયા સહિતનો કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથધરી છે.