રાજકોટની ભાગોળે આવેલ મોરબી રોડ પર આવેલ ગવરી દળ ગામ નજીકથી આ વિદેશી દારૂનો જથ્થો ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. જેમાં એક જ બ્રાન્ડની કુલ 609 જેટલી પેટીમાંથી 7308 વિદેશી દારૂની બોટલો મળી આવી છે.
31 ડિસેમ્બર પહેલા રાજકોટમાંથી 29 લાખનો વિદેશી દારૂ ઝડપાયો - Rajkot News
રાજકોટ: શહેરમાં બસ હવે વર્ષને પૂર્ણ થવાના ગણતરીના જ દિવસો બાકી છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે 31 ડિસેમ્બર પૂર્વે 29,23,200નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
![31 ડિસેમ્બર પહેલા રાજકોટમાંથી 29 લાખનો વિદેશી દારૂ ઝડપાયો rajkot](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5343541-thumbnail-3x2-rajkot.jpg)
31 ડિસેમ્બર પૂર્વે રાજકોટમાંથી ઝડપાયો રૂપિયી 29 લાખનો વિદેશી દારૂ
આ દારૂનો જથ્થો એક ટ્રકમાં હતો, ત્યારે પોલીસે દારૂ અને ટ્રક મળીને એમ રૂપિયા 44,33,200નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે 2 રાજસ્થાનના ઇસમોને પણ ઝડપી પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે, 31 ડિસેમ્બરને બસ હવે ગણતરીના જ દિવસો બાકી છે, રાજકોટમાં વિદેશી દારૂનો મોટો જથ્થો અંદર આવે તે પહેલા જ પોલીસને સફળતા મળી છે.