ગુજરાત

gujarat

ETV Bharat / state

ધોરાજીમાં કાદવકીચડની સમસ્યાને લઇને લાગ્યા બેનરો - rain in rajkot city

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયા છે. વરસાદી પાણીના ભરાવાને લઇને ધોરાજીના રસ્તા કાદવ કીચડથી ખદબદતા જોવા મળી રહ્યા છે. જેને પગલે રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ અંગે સ્થાનિક તંત્રનું ધ્યાન દોરવા કોઇ નાગરિક દ્વારા બેનરો લગાવવામાં આવ્યા છે. જેમાં ધોરાજીને કાદવ કીચડની નગરી તરીકે દર્શાવવામાં આવી છે.

ધોરાજીમાં કાદવકીચડની સમસ્યાને લઇને લાગ્યા બેનરો
ધોરાજીમાં કાદવકીચડની સમસ્યાને લઇને લાગ્યા બેનરો

By

Published : Aug 19, 2020, 4:39 PM IST

રાજકોટ: થોડા દિવસોથી રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પડી રહેલા સતત વરસાદને લઈને અનેક સમસ્યાઓ ઉભી થવા પામી છે.

રાજકોટ જિલ્લાના ધોરાજીના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતા રસ્તા પર કાદવ-કીચડનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. જેને પગલે રાહદારીઓ અને વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

ધોરાજીમાં કાદવકીચડની સમસ્યાને લઇને લાગ્યા બેનરો

આ સમસ્યા તરફ સ્થાનિક તંત્રનું ધ્યાન દોરવા એક જાગૃત નાગરિક દ્વારા બેનરો લગાવવામાં આવ્યા છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કાદવ કીચડની નગરીમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરાજીમાં કોંગ્રેસનું શાસન છે ત્યારે ધોરાજીના લોકોને આ સમસ્યાથી જલ્દી છૂટકારો મળે તેવી આશા સેવાઇ રહી છે.

ABOUT THE AUTHOR

...view details