રાજકોટમાં PUBG અને મોમો ચેલેન્જ ગેમ પરથી પ્રતિબંધ હટાવવામાં આવ્યો - Rajkot police
રાજકોટઃ રાજકોટમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા શહેરમાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ અને બાળકોની માનસિક સ્થિતિ ન બગડે તે માટે પબજી અને મોમો ચેલેન્જ જેવી ગેમ પર પ્રતિબંધ ફરવામાં આવ્યો હતો. જેને આજે પોલીસ કમિશ્નર દ્વારા રદ કરવામાં આવ્યો છે. જો કે આ નિર્ણય રાજકોટમાં યુવા વર્ગની માંગણીને લઈને લેવામાં આવ્યો છે.
રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા તારીખ 1-5-2019થી લઈને 30-6-2019 સુધી રાજકોટ શહેરમાં મોમો ચેલેન્જ અને પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પોલીસ કમિશ્નર દ્વારા આ નિર્ણય શહેરમાં વિદ્યાર્થીઓની પરીક્ષા દરમિયાન માનસિક સ્થિતિ બગડે નહીં તે માટે લેવામાં આવ્યો હતો. જો કે પોલીસ કમિશ્નર આજે આ ગેમ પરથી પ્રતિબંધ હટાવી લીધો છે. હવે રાજકોટના યુવાનો મન ભરીને પબજી જેવી ગેમ રમી શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં પબજી ગેમ પર પ્રતિબંધ મુક્યા બાદ કેટલાક યુવાનો પબજી ગેમ રમતા હતા જેની પોલીસ દ્વારા ધરપકડ પણ કરાઈ હતી.