ગુજરાત

gujarat

ETV Bharat / state

Balvantsinh Rajput: રાજ્યના ઉદ્યોગપ્રધાને રાજકોટમાં સૌરાષ્ટ્રભરમાં ઉદ્યોગકારો સાથે યોજી બેઠક - રાજ્યના ઉદ્યોગપ્રધાન

રાજ્યના ઉદ્યોગ પ્રધાને રાજકોટમાં સૌરાષ્ટ્રભરમાં ઉદ્યોગકારો સાથે બેઠક યોજી હતી. બળવંતસિંહ રાજપૂત મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યપ્રધાન એવા ભુપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ઉદ્યોગકારોના પ્રશ્નો ઉપર નિરાકરણ આવે તે માટે તમામ ટીમ સાથે અલગ અલગ ચાર ઝોનમાં આ વ્યવસ્થાનો કરવામાં આવી છે.

Balvantsinh Rajput: રાજ્યના ઉદ્યોગપ્રધાને રાજકોટમાં સૌરાષ્ટ્રભરમાં ઉદ્યોગકારો સાથે યોજી બેઠક
Balvantsinh Rajput: રાજ્યના ઉદ્યોગપ્રધાને રાજકોટમાં સૌરાષ્ટ્રભરમાં ઉદ્યોગકારો સાથે યોજી બેઠક

By

Published : Apr 21, 2023, 1:42 PM IST

રાજ્યના ઉદ્યોગપ્રધાને રાજકોટમાં સૌરાષ્ટ્રભરમાં ઉદ્યોગકારો સાથે યોજી બેઠક

રાજકોટ: રાજ્ય સરકારના ઉદ્યોગ પ્રધાન એવા બળવંતસિંહ રાજપૂત રાજકોટના સર્કિટ હાઉસ ખાતે સૌરાષ્ટ્રભરના ઉદ્યોગકારો સાથે બેઠક યોજી હતી. તેમજ તેના પ્રશ્નોનું વહેલાસર નિરાકરણ આવે તે અંગે ચર્ચા વિચારણા કરી હતી. જ્યારે આ બેઠકમાં સૌરાષ્ટ્રભરમાંથી અલગ અલગ એસોસિયેશનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોતપોતાના વિસ્તારના ઉદ્યોગને લગતા પ્રશ્નોની રજૂઆત કરી હતી.

નિકાલ લાવવાનો પ્રયાસ:જે પ્રશ્ન આગામી દિવસોમાં ઉકેલાય તેવી ઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપૂત દ્વારા ખાતરી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં અલગ અલગ ઉદ્યોગકારોની અનેક રજૂઆત હતી. જેને બળવંતસિંહ રાજપૂત દ્વારા આજે સાંભળવામાં આવી હતી. કેટલા પ્રશ્નોનો સ્થળ ઉપર જ નિકાલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો Rajkot Crime : પૂરપાટ જતી કારને પોલીસે અટકાવતા ઘર્ષણ, ભાજપ અગ્રણીના પુત્ર એ કર્યો પોલીસ પર આક્ષેપ

બેઠક યોજી: આ અંગે બળવંતસિંહ રાજપૂત મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યપ્રધાન એવા ભુપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ઉદ્યોગકારોના પ્રશ્નો ઉપર જ નિરાકરણ આવે તે માટે તમામ ટીમ સાથે અલગ અલગ ચાર ઝોનમાં આ વ્યવસ્થાનો પાર્ટ કર્યો હતો. જેમાં અમે ભૂતકાળમાં સુરત ખાતે આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા હતા. આજે રાજકોટના સર્કિટ હાઉસ ખાતે સૌરાષ્ટ્રના તમામ એસોસિએશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રશ્નો કોમન:જેમને ઉદ્યોગલક્ષી અને પાયાના પ્રશ્નોની રજૂઆત કરાઈ હતી. તેની ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોના ઘણા બધા પ્રશ્નો કોમન પ્રશ્નો હતા. જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો, છેલ્લા ઘણા દિવસોથી સૌથી મોટો પ્રશ્ન તે છે ડબલ ટેક્સ. જે કોમન ફેસિલિટીવાળો પ્રશ્ન હતો. જે પ્રશ્નોના તાત્કાલિક ધોરણે ઉકેલ આવે તે અંગેની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો Rajkot BJP : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોએ રાજીનામા આપતા પ્રદેશ પ્રમુખે આભાર માન્યો

નિકાલ આવે તેવી વ્યવસ્થા:ઉદ્યોગ પ્રધાન વધુમાં જણાવ્યું હતું કે, આ સાથે જ વિવિધ જીઆઇડીસીમાં રોડ રસ્તા પાણી તેમજ લાઈટના જે કોમન પ્રશ્નો છે. તેને તાત્કાલિક નિકાલ આવી જાય તે પ્રકારની વ્યવસ્થા આગામી દિવસોમાં કરવામાં આવશે. જ્યારે મોરબી ખાતે સ્માર્ટ GIDC પણ બનાવવામાં આવશે. જેની જગ્યા પણ લઈ લેવામાં આવી છે. જેમાં સ્માર્ટ જીઆઇડીસીની સાથે સાથે કોમન ફેસિલિટી પણ રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગકારોને આપવામાં આવશે. જેના કારણે મૂડી રોકાણ પણ ઓછું થાય અને ખર્ચ પણ ઓછો થાય અને તેનો સીધો લાભ ઉદ્યોગકારોને પણ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા આગામી દિવસોમાં ગોઠવવાની તૈયારી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details