રાજકોટ : રાજકોટના સર્વેશ્વર ચોકમાં મયુરસિંહ રાણાના હત્યા પ્રયાસ કેસમાં લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાથી આરોપી હરેશ ઉર્ફે કાના રબારીની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી છે. જેને લઈને દેવાયત ખવડનો જેલવાસ ફરી એકવાર લંબાયો છે. આ પહેલા કોર્ટે ગુના વખતે કારનું ડ્રાઈવિંગ કરનાર આરોપી કિશન દિલીપ કુંભારવાડિયાની જામીન અરજી પણ ફગાવી દીધી હતી. કોર્ટ દ્વારા દેવાયત ખવડની જામીન અરજી ફગાવવામાં આવતા નવા વર્ષના તહેવાર બાદ હવે દેવાયતની ઉત્તરાયણ પણ જેલમાં ઉજવશે.
શું હતી સમગ્ર ઘટનાઆ સમગ્ર કેસની વાત કરવામાં આવે તો, શહેરના કાલાવડ રોડ પરની વિષ્ણુવિહાર સોસાયટીમાં રહેતા બિલ્ડર મયુરસિંહ સંપતસિંહ રાણા 7 ડિસેમ્બર 2022ના રોજ બપોરે સર્વેશ્વર ચોકમાં ચિત્રકૂટ એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરેલી પોતાની કાર પાસે જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી એક કાર ધસી આવી હતી અને કારમાંથી દેવાયત ખવડ તેમજ એક અજાણ્યો શખ્સ નીચે ઊતર્યા હતા. ત્યારબાદ મયુરસિંહ કંઈ સમજે એ પહેલાં જ દેવાયત સહિત બન્ને શખ્સ ધોકા પાઇપથી યુવક પર તૂટી પડ્યા હતા અને જાહેરમાં હિચકારો હુમલો કર્યો હતો. જે પછી દેવાયત સહિતના ત્રણેય થોડો સમય નાસતા ફરતા રહ્યા બાદ પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતા. IPC કલમ 307 સહિતની કલમો હેઠળ પ્રથમ એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
આ પણ વાંચોદેવાયત ખવડ સહિત તમામ આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર