રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન રાજકોટઃ બાગેશ્વર ધામના પીઠાધેશ્વર એવા ધીરેન્દ્ર શાસ્ત્રી આજે રાજકોટની મુલાકાતે છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ આજે સવારે સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યાં એક પત્રકાર પરિષદ પણ સંબોધી હતી. જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસ બન્ને મારા ચેલા છે. હિન્દુ પર કોઈ પથ્થર ન ફેંકે તે માટે હિન્દુરાષ્ટ્રની જરૂર છે. રામજી જ્યાં જાય છે ત્યાં રાવણ ઊભા થાય છે.
અમારો દરબાર VVIP ન હોઈ શકે:રાજકોટમાં દિવ્ય દરબાર માટેના વીઆઈપી પાસ વાઇરલ થયા હતા. આ મુદ્દે ધીરેન્દ્ર શાસ્ત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ દરબાર ના હોઈ શકે, હાલ આ મુદ્દાની મને જાણ નથી પરંતુ આ ખૂબ જ મૂર્ખતાભર્યું કામ છે. જ્યારે અમારો દરબાર વીવીઆઈપી જગ્યાએ નહીં લાગે, મેં અત્યાર સુધી કોઈ પણ આવો વીવીઆઈપી દરબાર યોજ્યો નથી.
કોને કહ્યા છુપા શત્રુ: તેમને ચેલેન્જ આપતા લોકો અંગે બાબા બાગેશ્વરે જણાવ્યું હતું કે હવે આ ફેમસ થવા માટે આવી ચેલેન્જ આપવામાં આવી રહી છે કે જેમાં બાગેશ્વર બાબાનું નામ લઈને કંઈ પણ પૂછી લેવામાં આવે જોકે આવા લોકોને જવાબ આપવાની ક્ષમતા મારા બાલાજીમાં છે. ઉપરાંત જે સંપ્રદાય દ્વારા હિન્દુઓના દેવી-દેવતાઓને માનવામાં આવતા નથી તે સંપ્રદાયો છુપા શત્રુ તેમને કહ્યા હતા. બધા મુસ્લિમોને ભારતમાં રહેવાનો અધિકાર છે, કોઈ પણ ધર્મએ ભારત છોડવાની જરૂર નથી.
ધર્માંતરણ મુદ્દે શું કહ્યું: બાબા બાગેશ્વરે દિલ્હીમાં થયેલ સાક્ષીની હત્યા મામલે નિવેદન આપ્યું હતું કે જે તેની સાથે થયું તે આપણા દેશનું દુર્ભાગ્ય છે. ધર્માંતરણ મુદ્દે તેમને જણાવ્યું હતું કે ભોળા લોકોને લાલચ આપીને જે ધર્મ કરાવવામાં આવી રહ્યું છે. તે ખૂબ જ મૂર્ખતા ભર્યું કામ છે. ત્યારે આ ધર્માંતરને અટકાવવા માટે જ તમામ સાધુ-સંતો હવે એક થઈ રહ્યા છે. હિન્દુરાષ્ટ્ર અત્યારે નહીં તો ક્યારે બનાવશું? જ્યાં સુધી હિન્દુરાષ્ટ્ર નહીં બને ત્યાં સુધી આ લવજેહાદ, ધર્માંતરણ, રામની યાત્રા પર પથ્થર, સંતો ઉપર હુમલા કરવામાં આવશે અને આપણી પ્રાચનીતા સાથે રમત કરશે, માટે હવે માત્ર વોટ્સએપ પર લખવાથી નહીં, ઘરની બહાર નીકળવું પડશે.
પોતાના લગ્ન મામલે શું કહ્યું ધીરેન્દ્ર શાસ્ત્રીએ: બાબા બાગેશ્વરે લગ્ન કરવા અંગેના પ્રશ્નોનો જવાબ આપતા જણાવ્યું હતું કે હું લગ્ન વગર જ ખૂબ જ પ્રસન્ન છું. જ્યારે તેમને વધુમાં જણાવ્યું હતું કે તમામ હિન્દુઓએ પોતાના હાથમાં હથિયાર રાખવું જોઈએ. માલા ઓર ભાલા આપણા દેવતાઓના હાથમાં છે. સાથે જ ધીરેન્દ્ર શાસ્ત્રીએ તમામ ભક્તોને દિવ્ય દરબારમાં આવવા માટેનું આમંત્રણ પણ આપ્યું હતું.
- Bageshwar Dham : રાજકોટમાં બાગેશ્વર ધામ સરકારના વિરોધ વચ્ચે કોંગ્રેસ નેતા મેડિકલ સેવા આપશે
- Baba Bageshwar : ધીરેન્દ્ર શાસ્ત્રીને રાજકોટમાં 15 ઈંચની ચાંદીની ગદા આપવામાં આવશે
- બાબા ધીરેન્દ્રના દરબારમાં 'નરેન્દ્ર'ના સિક્કા પડશે, ખુદ કો ખપાકર શૌક કો જિંદા રખા હૈ