રાજકોટ: બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી આવનારા દિવસોમાં રાજકોટમાં દરબાર યોજવાના છે. બાબા બાગેશ્વર અમદાવાદ સુરત અને રાજકોટ શહેરમાં પોતાની દિવ્ય દરબાર યોજશે. એવામાં બાબા ગુજરાતમાં આવે તે પહેલાં જ અનેક વિવાદો એક બાદ એક સામે આવી રહ્યા છે. રાજકોટમાં બાબાનો દિવ્ય દરબાર આગામી તારીખ 1 અને 2 જૂન એક બે દિવસ સુધી યોજાનાર છે. જેને લઇને બાબાના દિવ્ય દરબાર સ્થળે કોઈપણ જાતનો વિવાદ ન સર્જાય, કોઈ લોકો અહીં વિરોધ કરવા માટે ન આવે તે માટે હવે રાજપુત કરણી સેના આગળ આવી છે. રાજકોટમાં કયા સ્થળે ઉતારો આપવામાં આવશે તે અંગેની કોઈ બાબતો બાગેશ્વર ધામ સેવા સમિતિ દ્વારા જાહેરાત કરવામાં આવી નથી.
"1 અને 2 જૂને બાગેશ્વર ધામના પીઠાધિશ્વર ગુજરાત અને રાજકોટ ખાતે પધારી રહ્યા છે. ત્યારે રાજકોટના રેશકોર્ષ ખાતે તેમનો દિવ્ય દરબાર યોજાનાર છે એવામાં કહેવાતા હિન્દુઓ બાબાનો વિરોધ કરવા નીકળી પડ્યા છે. તેઓને અમારે રાજપૂત કરણી સેના અને હિન્દુ ધર્મ સેનાના માધ્યમથી એટલું જ જણાવવા ઈચ્છીએ છીએ કે તમે લોકો ત્યાં વિરોધ કરવા આવો તો અને તમારા દાત ખાટા કરી નાખવાની તાકાત ધરાવીએ છીએ. જ્યારે અમે રાજપૂતો છીએ એટલે હિન્દુ ધર્મનું રક્ષણ અમારે કેમ કરતું તે એમને કોઈએ શીખવવાનું ન હોય."--કૃષ્ણસિંહ જાડેજા (રાજપૂત કરણી સેનાના સૌરાષ્ટ્ર પ્રમુખ)
હિન્દુઓએ 31stની ઉજવણીનો વિરોધ કરોઃકહેવાતા હિન્દુ લોકો થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં જ્યારે મહિલાઓ અને યુવતીઓ ટૂંકા ટૂંકા વસ્ત્રો પહેરતી હોય છે. ત્યારે તેનો વિરોધ નથી કરવામાં આવતો. જે સનાતન હિંદુ ધર્મનો પ્રચાર કરી રહ્યા છે. એવા ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકોટ ખાતે યોજાનાર દિવ્ય દરબાર સ્થળે કરણી સેના અને હિન્દુ ધર્મ સેના નામ 200થી વધારે કાર્યકર્તાઓ ફરજ બજાવશે. કોઈપણ જો વિરોધ કરવા આવશે તો, તેની સામે લડત આપશે. તેમના કાર્યક્રમ માટે બાગેશ્વરધામ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી દ્વારા લગભગ મોટાભાગની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.