ગુજરાત

gujarat

ETV Bharat / state

બાબા ધીરેન્દ્રના દરબારમાં 'નરેન્દ્ર'ના સિક્કા પડશે, ખુદ કો ખપાકર શૌક કો જિંદા રખા હૈ - Baba Bageshwar in Gujarat

બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી માટે રાજકોટના ભક્તે ઐતિહાસિક સિક્કાઓનો હાર તૈયાર કર્યો છે. રાજકોટમાં એમના દિવ્ય દરબારને લીઈને તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. બેઠક વ્યવસ્થાથી લઈને બાબાની એન્ટ્રી સુધીનું આયોજન નક્કી છે. એવામાં એક ભાવિકે તૈયાર કરેલો સિક્કાનો હાર ચર્ચામાં છે.

બાબા ધીરેન્દ્રના દરબારમાં 'નરેન્દ્ર'ના સિક્કા પડશે, ખુદ કો ખપાકર શૌક કો જિંદા રખા હૈ
બાબા ધીરેન્દ્રના દરબારમાં 'નરેન્દ્ર'ના સિક્કા પડશે, ખુદ કો ખપાકર શૌક કો જિંદા રખા હૈ

By

Published : Jun 1, 2023, 12:49 PM IST

Updated : Jun 1, 2023, 1:22 PM IST

બાબા ધીરેન્દ્રના દરબારમાં 'નરેન્દ્ર'ના સિક્કા પડશે, ખુદ કો ખપાકર શૌક કો જિંદા રખા હૈ

રાજકોટઃ બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવી ગયા છે. એમના દિવ્ય દરબારની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના ભક્ત એવા નરેન્દ્ર સોરઠીયાએ ધીરેન્દ્ર શાસ્ત્રી માટે એક અનોખો હાર તૈયાર કર્યો છે. જેમાં વર્ષો જુના ઐતિહાસિક સિક્કા લગાવવામાં આવ્યા છે. આ સાથે જ હાર કેસરી રંગનો બનાવમાં આવ્યો છે.

બાબા ધીરેન્દ્રના દરબારમાં 'નરેન્દ્ર'ના સિક્કા પડશે ખુદ કો ખપાકર શૌક કો જિંદા રખા હૈ

બાબાને અર્પણ કરાશેઃ જેને નરેન્દ્રભાઈ ધીરેન્દ્ર શાસ્ત્રીને અર્પણ કરશે. ઉલ્લેખનીય છે કે તારીખ 1 અને 2 જુનના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રી રેસકોષ ગ્રાઉન્ડમાં પોતાનો દિવ્ય દરબાર યોજના છે. હાર તૈયાર કરનાર નરેન્દ્ર સોરઠીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ ખાતે આવી રહ્યા છે. જે વાતની જાણ મને થતા મારું મન થનગની ઉઠ્યું હતું. મેં ધીરેન્દ્ર શાસ્ત્રી માટે એક કેસરિયો હાર તૈયાર કર્યો છે.

હારનો મુખ્ય હેતુ છે કે આપણો ભારત દેશ હિન્દુ રાષ્ટ્ર બને કારણ કે, કેસરિયો રંગ જોઈને આપણા રોમ રોમ ઊભા થઈ જતા હોય છે. ત્યારે બાગેશ્વર બાબા માટે મેં આ વિશેષ હાર બનાવ્યો છે. આ હારની અંદર તમામ વસ્તુઓ આર્ટિફિશિયલ વાપરવામાં આવી છે. તેમજ કેસરિયો ધ્વજનો આખો મખમલ ઉપર તૈયાર કરવામાં આવ્યો છે. તેમજ ભારતના અને બ્રિટનના સિક્કાઓ તેમાં લગાડવામાં આવ્યા છે.--નરેન્દ્ર સોરઠિયા (હાર તૈયાર કરનારા)

દાયકાઓના સિક્કાઃઆ સિક્કા વર્ષ 1865થી લઈને 1900 સુધીના છે. જેમાં રાણી વિક્ટોરિયા તેમજ જે સમયે ભારત આઝાદ થયું તે ગરેડીયા પૈસાનો પણ આ હારમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર ભાઈ સોરઠીયાને વિવિધ દેશોના સિક્કા અને ચલણી નોટો એકઠા કરવાનો શોખ છે. જેમાં તેમને અત્યાર સુધીમાં અલગ અલગ દેશોના 50,000 જેટલા સિક્કાઓ એકઠા કર્યા છે.

બાબા ધીરેન્દ્રના દરબારમાં 'નરેન્દ્ર'ના સિક્કા પડશે ખુદ કો ખપાકર શૌક કો જિંદા રખા હૈ

12 સ્થળો પર પાર્કિગઃબાબાના કાર્યક્રમને લઈને 12 સ્થળ પાર્કિંગ માટે પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે સિનિયર સિટીઝન માટે ખાસ ખુરશીઓની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. 1200થી વધારે કાર્યકર્તાઓ દિવસ અને રાત અહીં કામ કરી રહ્યા છે. દિવ્ય દરબારમાં મફતમાં પાણી, ચા, નાસ્તોતથા છાશની વ્યવસ્થા કરવામાં આવી છે.

  1. Baba Bageshwar : હિંમતનગરમાં ધીરેન્દ્ર શાસ્ત્રી અચાનક મહેમાન, ખાનગી ફેક્ટરીનું કર્યું ઉદ્ઘાટન
  2. Baba Bageshwar In Gujarat: અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ રદ્દ, ભાવિકોમાં નિરાશા
  3. Baba Bageshwar in Gujarat: ગુજરાતમાં પગ મુકતા જ બાબા બાગેશ્વર આવ્યા વિવાદમાં? 'પાગલો..તમે કેમ છો' કહી કર્યું સંબોધન
Last Updated : Jun 1, 2023, 1:22 PM IST

ABOUT THE AUTHOR

...view details