ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot News: આયુષ્યમાન યોજનાનો યોગ્ય લાભ યોગ્ય લાભાર્થીને મળી રહે તે માટે ડિજીટલ એપ તૈયાર કરાઈઃ મનસુખ માંડવિયા - 73મો જન્મ દિવસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73મા જન્મદિવસ નિમિત્તે 'પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના'નો શુભારંભ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દેશના અલગ અલગ 70 સ્થળોએ આ કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટ ખાતે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ આ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી. તેમણે 18 સમુદાયોના કારીગરોને આ યોજનાથી લાભાન્વિત કર્યા હતા. તેમણે કારીગરોને દેશના વિકાસમાં સહયોગી બનવા અનુરોધ પણ કર્યો હતો.

આયુષ્યમાન યોજનાનો લાભ મળી રહે તે માટે ડિજીટલ એપ તૈયાર કરાઈ
આયુષ્યમાન યોજનાનો લાભ મળી રહે તે માટે ડિજીટલ એપ તૈયાર કરાઈ

By ETV Bharat Gujarati Team

Published : Sep 18, 2023, 12:38 PM IST

'પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના'નો શુભારંભ

રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73મા જન્મદિવસ નિમિત્તે 'પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના'નો શુભારંભ કરાયો હતો. આ યોજનાના શુભારંભનો કાર્યક્રમ દેશમાં 70 અલગ અલગ સ્થળોએ કરવામાં આવ્યો હતો. રાજકોટમાં પણ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં આ યોજનાનો શુભારંભ કાર્યક્રમ યોજાયો.

'પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના': પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા સમુદાયો પોતાની પેઢી દર પેઢીથી સચવાયેલી કારીગરી દ્વારા અર્થોપાર્જન કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ 'પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના' માટે રૂ. 15 હજાર કરોડની ફાળવણી કરી છે. આ યોજના અંતર્ગત ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી આઈકાર્ડ મેળવી શકાય છે. ત્યારબાદ કોઈપણ પ્રકારની બેન્ક લોન ગેરંટી વિના રૂ.3 લાખ સુધીની લોન મળી શકે છે. ભારતના દરેક નાગરિકને યોગ્ય સુવિધા મળી રહે તે માટે સ્ટેન્ડ અપ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા, સ્કિલ ઈન્ડિયા વગેરે જેવી યોજનાઓ સરકાર ચલાવી રહી છે.

18 સમુદાયોના કારીગરોને આ યોજનાથી લાભાન્વિત કર્યા

વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે અનેક કાર્યક્રમોઃ વંચિતો અને છેવાડાના વ્યક્તિઓને તબીબી મદદ મળી રહે તે માટે 17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી "આયુષ્માન ભવ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં નાગરિકોની વિના મૂલ્યે શારીરિક તપાસ કરાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, બિન સરકારી સંગઠનો તથા અન્ય સંસ્થાઓ દ્વારા યોજાનાર બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાશે. રાજકોટમાં 4 હોસ્પિટલ દ્વારા આયુષ્માન કાર્ડમાં લાભાર્થીઓ પાસેથી ખોટી રીતે રૂપિયા વસૂલવાનો મામલે કેન્દ્રીય આરોગ્ય પ્રધાને નિવેદન આપ્યું હતું.

આયુષ્માન ભારત યોજના 60 કરોડ લાભાર્થીઓ માટે છે. આ યોજના અસરકારક રીતે ચાલે, ગરીબ લોકોને યોગ્ય રીતે લાભ મળે તેના માટે સરકાર પ્રયત્નશીલ છે.રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ યોજનાને આગળ વધારવા માટે પ્રયાસ કરી રહી છે...મનસુખ માંડવિયા(કેન્દ્રીય આરોગ્ય પ્રધાન)

  1. આયુષ્યમાન યોજના હેઠળ આવેલા દર્દીઓ તપાસ દરમ્યાન નહતા, ત્રણ મહિનાથી યોજના બંધ
  2. આયુષ્યમાન ભારત યોજના માત્ર કાગળ ઉપર જ, સાચા લાભાર્થીઓ આજે પણ ખાઈ રહ્યા છે ધરમના ધક્કા

ABOUT THE AUTHOR

...view details