ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલની આદર્શ સ્કૂલ દ્વારા ફીની ઉઘરાણી કરતો ઓડિયો વાયરલ...

ગોંડલના ભોજરાજપરા ખાતે આવેલી આદર્શ સ્કૂલના સ્ટાફ દ્વારા વાલીઓ પાસે ફીની ઉઘરાણી થતી હોય તેવો ઓડિયો વાયરલ થતાં શૈક્ષણિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Etv bharat
Adarsh school

By

Published : May 8, 2020, 10:54 PM IST

રાજકોટઃ કોરોનાના કહેર અને લોકડાઉનના આ કપરા સમયમાં શાળા સંકુલમાં સદંતર શૈક્ષણિક કાર્ય ઠપ છે. જ્યારે કેટલીક શાળાઓ દ્વારા ઓનલાઈન અભ્યાસ પણ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ગોંડલના ભોજરાજપરા ખાતે આવેલી આદર્શ સ્કૂલ દ્વારા વારંવાર વાલીઓને ફોન કરી ફીની ઉઘરાણી કરવામાં આવી રહી હોય તેવી તકરારનો ઓડિયો વાયરલ થયો છે.

આ અંગે વાલીઓ દ્વારા આગામી દિવસોમાં રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરવા તજવીજ હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગોંડલના સમાજસેવક બંટીભાઈ ભુવા દ્વારા થોડા દિવસો પહેલાં જ ગોંડલ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી શૈક્ષણિક ફી માફ કરવા માંગ કરવામાં આવી હતી.

વાયરલ ઓડિયોમાં વાલીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, લોકડાઉનના કપરા સમયમાં ઘર ગુજરાન ચલાવું પણ મુશ્કેલ છે. રાશન કીટનો લાભ લઈ પરિવારનું પેટ ભરી રહ્યાં છીએ, ત્યારે આ સમયમાં આપ લોકો ફીની ઉઘરાણી કરી વાલીઓના જખ્મો પર નમક છાંટી રહ્યાં છો. અમારે ફી શું એક રૂપિયો પણ બાકી રાખવો નથી, સમય આવશે ત્યારે જરૂરથી ભરી આપીશું.

જોકે, આ ઓડિયો ક્લિપની સતત્યતા અંગે ઈ ટીવી ભારત ગુજરાત કોઈ પુષ્ટિ કરતું નથી.

ABOUT THE AUTHOR

...view details