ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ: 8 વર્ષની બાળકી સાથે કૌટુંબિક દાદાએ કર્યો દુષ્કર્મનો પ્રયાસ - રાજકોટની મહિલા પોલીસ

રાજકોટ: શહેરમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસની ધટના સામે આવી છે. આ 8 વર્ષની બાળકી પર તેના કૌટુંબિક દાદાએ જ શારીરિક અડપલા કર્યાની ફરિયાદ સામે આવી હતી. જે મામલે રાજકોટની મહિલા પોલીસે આરોપી દાદા ભરત સોલંકીની ધરપકડ કરી હતી.

રાજકોટ
etv bharat

By

Published : Nov 27, 2019, 9:23 PM IST

Updated : Nov 27, 2019, 9:55 PM IST

શહેરના જામનગર રોડના વિસ્તારમાં રહેતા ભરત સોલંકીએ 8 વર્ષની કૌટુંબિક પૌત્રી પર નજર બગાડી નિર્વસ્ત્ર કરી શારીરિક અડપલા કર્યા હતા. આ સમગ્ર ઘટના 8 વર્ષની બાળકીની સહેલી જોઇ જતા તેણે બાળકીના માતા-પિતાને જાણ કરી હતી. જે બાદ બાળકીના માતાપિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટમાં 8 વર્ષની બાળકી સાથે કૌટુંબિક દાદાએ કર્યો દુષ્કર્મનો પ્રયાસ

ઉલ્લેખનીય છે કે, દાદાએ બાળકી સાથે અડપલાં કર્યા બાદ કોઇને કહેવા પર જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જો કે, મામલાની ગંભીરતાને લઈને મહિલા પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં આરોપી દાદા ભરત સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી.

Last Updated : Nov 27, 2019, 9:55 PM IST

ABOUT THE AUTHOR

...view details