- SOGને વિદેશી દારૂ રાજકોટ આવવાની બાતમી મળી
- વિદેશી બ્રાન્ડની 1,212 બોટલો પોલીસે કબ્જે કરી
- ડુંગળીની આડમાં સંતાડીને દારૂ લવાતો હતો
રાજકોટ :જિલ્લામાં SOGની ટીમને બાતમી મળી હતી કે શહેરના મોરબી રોડ ખાતે આવેલી મારવાડી કોલેજ નજીકથી GJ-27 X 6177 નંબરની બોલેરો કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલો છે. જે રાજકોટ તરફ આવી રહ્યો છે. આ બતમી મળતા જ SOGની ટીમ સિવિલ ડ્રેસમાં આ જગ્યાએ વોચમાં હતી.
આ પણ વાંચો : બોરીયાચ ટોલનાકા પાસેથી રૂપિયા 18.81 લાખનો વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો
વિદેશી બ્રાન્ડની 1,212 બોટલો પોલીસે કબ્જે કરી
તે દરમિયાન આ નંબર વાળી ગાડી આવતા તાત્કાલિક તેને અટકવામાં આવી હતી અને અંદર રહેલા ડ્રાઇવર તેમજ અન્ય એક શખ્સ એમ બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ગાડીમાંથી અલગ-અલગ વિદેશી બ્રાન્ડની 1,212 બોટલો પોલીસે કબ્જે કરી છે.
આ પણ વાંચો : વડોદરા LCBએ વિદેશી દારૂ સાથે રૂપિયા 24.27 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો
SOGએ કુલ રૂપિયા 7,25,200નો મુદ્દામાલ કબ્જે કર્યો
SOGએ આ દારૂ ભરેલી બોલેરો કાર સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. જેમાં બાલકૃષ્ણ સંન્યાસીભાઈ મદ્રાસી નામનો શખ્સ જે ઈડલી-સાંભરની રેકડી ચલાવે છે. જ્યારે બીજો મનીષ મનોજ જાખેલીયા નામનો શાકભાજી વહેંચતો શખ્સ ઝડપાયા છે. SOGએ કુલ રૂપિયા 7,25,200નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે આ શખ્સોની વધુ પૂછપરછ હાથધરી છે. રાજકોટમાં બુટલેગરો ડુંગરીની આડમાં વિદેશી દારૂ લઈને આવતા હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે.