ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના ગોંડલ ભરૂડી ટોલનાકા પર ટોલ કર્મચારી પર હુમલો, ઘટના CCTVમાં કેદ - હુમલો

રાજકોટમાં હવે ટોલનાકા પર મારામારી થવી એ નવી વાત નથી. ફરી એક વાર ગોંડલના ભરૂડી-ભુણાવા ટોલનાકા પર ટોલનાકાના કર્મચારી પર હુમલો થવાની ઘટના સામે આવી છે. શુક્રવારે રાત્રે કેટલાક અસામાજિક તત્ત્વો આ ટોલનાકા પર આવી ટોલ વસૂલવાની કાર્યવાહી કરતા કર્મચારીને કેબિનમાંથી બહાર ખેંચી તેના ઉપર હુમલો કર્યો હતો.

રાજકોટના ગોંડલ ભરૂડી ટોલનાકા પર ટોલ કર્મચારી પર હુમલો
રાજકોટના ગોંડલ ભરૂડી ટોલનાકા પર ટોલ કર્મચારી પર હુમલો

By

Published : Feb 1, 2021, 4:18 PM IST

  • રાજકોટમાં ગોંડલના ભરૂડી-ભુણાવા ટોલનાકા પર હુમલો
  • અસામાજિક તત્ત્વોએ ટોલ કર્મચારી ઉપર કર્યો હુમલો
  • અસામાજિક તત્ત્વો ટોલ કર્મચારીને કેબિનમાંથી ઘસેડીને બહાર લાવ્યા
  • ટોલ કર્મચારીને માર મારવાની સમગ્ર ઘટના CCTVમાં કેદ
    રાજકોટના ગોંડલ ભરૂડી ટોલનાકા પર ટોલ કર્મચારી પર હુમલો

રાજકોટઃ જિલ્લામાં હવે ટોલનાકા પર મારામારી થવી એ નવી વાત નથી. ફરી એક વાર ગોંડલના ભરૂડી-ભુણાવા ટોલનાકા પર ટોલનાકાના કર્મચારી પર હુમલો થવાની ઘટના સામે આવી છે. શુક્રવારે રાત્રે કેટલાક અસામાજિક તત્ત્વો આ ટોલનાકા પર આવી ટોલ વસૂલવાની કાર્યવાહી કરતા કર્મચારીને કેબિનમાંથી બહાર ખેંચી તેના ઉપર હુમલો કર્યો હતો. ટોલનાકા પર રૂપિયા વસૂલવાની કાર્યવાહી દરમિયાન અસંતોષ થવાથી કેટલાક તત્ત્વોએ આ હુમલો કર્યો હતો. કર્મચારી ઉપર હુમલો કરી મારી નાખવાની ધમકી પણ હુમલો કરનારા તત્વો દ્વારા આપવામાં આવી હતી. આ ઘટના અંગે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે.

ફરિયાદ દાખલ કરાઈ

તાજેતરમાં પણ આવી એક ઘટના સામે આવી હતી. જેમાં પણ ટોલ કર્મચારીને માર મરાયો હતો અને આ અંગે પણ ગોંડલ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ મારામારી જેવા ગુનામાં આસાનીથી જામીન મળી જતા હોવાથી અમુક અસામાજિક તત્ત્વો કાયદાનો ડર રાખ્યા વિના આવી ઘટનાને અંજામ આપતા ખચકાતા નથી.

સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ

CCTVમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, અજાણ્યા શખ્સો ટોલ બૂથની કેબિનમાં ઘુસી જઈ કર્મચારીનો કાઠલો પકડી તેને બહાર કાઢે છે અને બાદમાં તેને તમાચા અને લાત મારી રહ્યા છે. જો કે, ઝઘડામાં વચ્ચે પડનારા શખ્સને પણ આ લોકોએ ધમકી આપી હતી. ટોલ સંચાલકોએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. આ સાથે જ અવારનવાર થતા આવા હુમલાઓ અંગે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માગ પણ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે ટોલનાકા સંચાલકો દ્વારા ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details