ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat ATS: રાજકોટમાંથી ઝડપાયેલા આતંકીઓના ટાર્ગેટ પર હતો 'જન્માષ્ટમી'નો તહેવાર, ATSની તપાસમાં મોટો ખુલાસો

બે દિવસ પહેલા રાજકોટથી ઝડપાયેલા આતંકવાદી સંગઠનોના અનેક મોડ્યુલના સદસ્યોની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. આંતકીઓના ટાર્ગેટ પર ગુજરાતમાં આગામી સમયમાં આવનાર જન્માષ્ટમી તહેવાર હતો. ઉલ્લેખનીય છે કે એટીએસના જણાવ્યા અનુસાર ત્રણેય અલ-કાયદા સાથે જોડાયેલા છે.

ats-investigation-reveals-big-janmashtami-festival-was-the-target-of-terrorists-caught-from-rajkot
ats-investigation-reveals-big-janmashtami-festival-was-the-target-of-terrorists-caught-from-rajkot

By

Published : Aug 3, 2023, 9:09 AM IST

રાજકોટ:રાજકોટમાંથી ગુજરાત ATS દ્વારા ઝડપેલા આતંકીઓની પૂછપરછ ચાલી રહી છે. પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જણાવા મળ્યું છે કે આતંકીઓ સ્થાનિક મોડ્યુલ તૈયાર કરીને સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી પર આતંકી હુમલાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે જન્માષ્ટમીનો તહેવાર સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે.

AK-47 ચલાવવાની તાલીમ લેતા હતા:પૂછપરછમાં એ પણ સામે આવ્યું છે કે આ ત્રણેય આતંકીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી AK-47 ચલાવવાની તાલીમ લેતા હતા. એટલું જ નહીં આ આતંકીઓએ પિસ્તોલ સહિતના અન્ય હથિયારો પણ ખરીદ્યા હોવાની શંકા છે. જન્માષ્ટમીની ભીડનો ઉપયોગ કરીને આતંકી ઘટનાને અંજામ આપવાનો પ્લાન હતો પરંતુ આ કાવતરાને ગુજરાત ATSએ નિષ્ફળ બનાવી લીધું છે.

ગુજરાત ATSની મોટી કાર્યવાહી:ગુજરાત ATSએ એક મોટા ઓપરેશનમાં રાજકોટમાંથી આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલા ત્રણ શકમંદોની ધરપકડ કરી છે. ATS તેમની પાસેથી અલ કાયદાના પેમ્ફલેટ અને અન્ય સામગ્રી પણ મળી છે. ગુજરાત ATS દ્વારા ત્રણ શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. તેમના નામ અમાન, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝ છે. ATSએ તેમની પાસેથી હથિયારો પણ જપ્ત કર્યા છે. એટીએસ મુજબ, આ ત્રણેય લાંબા સમયથી અલકાયદાના સંપર્કમાં હતા. તેઓ સંપૂર્ણપણે કટ્ટરપંથી બની ગયા છે. ATSના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા શકમંદો પશ્ચિમ બંગાળના રહેવાસી છે. તે છેલ્લા છ માસથી રાજકોટના સોનીબજારમાં નોકરી કરતો હતો. એટીએસને તેની પાસેથી એક પિસ્તોલ અને 10 કારતૂસ મળી આવ્યા છે.

એક પિસ્તોલ અને 10 કારતૂસ મળ્યા:AST દ્વારા આતંકીઓ પાસેથી એક પિસ્તોલ, 10 જીવતા કારતૂસ અને પાંચ મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. હાલ મોબાઇલ ફોન ફોરેન્સિક ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. જ્યારે આ ત્રણેય ઈસમો વિરોધ ATS અદ્વરા ગુન્હો નોંધવામાં આવ્યો છે. જેમાં ઇન્ડીયન પીનલ કોડ કલમ 121 ક, તથા આર્મ એક્ટની કલમ 25 (1B) A સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધાયો છે.

  1. Gujarat Ats : રાજકોટમાંથી ઝડપાયેલા ત્રણ આતંકીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર, વધુ વિગતો સામે આવશે તેવી શક્યતાઓ...
  2. Fake NIA Officer: પત્નીને ઈમ્પ્રેસ કરવા યુવક બન્યો NIA ઓફિસર

ABOUT THE AUTHOR

...view details