ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 13 ખ્યાતનામ તબીબો કોરોનાના દર્દીઓની સારવાર કરશે - corona in gujrat

કોરોનાની મહામારીમાં જિલ્લા વહીવટી તંત્ર અને ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટિકલ કેર મેડિસીન રાજકોટના માનવીય અભિગમથી રાજકોટની કોવીડ સિવિલ હોસ્પિટલમાં રાજકોટની નામાંકિત હોસ્પિટલ્સના 19થી વધુ ઇન્ટેન્સિવ કેર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ દ્વારા નિઃશુલ્ક સારવારનો લાભ મળશે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 13 ખ્યાતનામ તજજ્ઞ તબીબો કોરોનાના દર્દીઓની કરશે સારવાર
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 13 ખ્યાતનામ તજજ્ઞ તબીબો કોરોનાના દર્દીઓની કરશે સારવાર

By

Published : May 27, 2020, 1:53 PM IST

રાજકોટઃ જિલ્લા વહીવટી તંત્ર અને ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટિકલ કેર મેડિસીન રાજકોટના માનવીય અભિગમથી રાજકોટની કોવીડ સિવિલ હોસ્પિટલમાં રાજકોટની નામાંકિત હોસ્પિટલ્સના 19થી વધુ ઇન્ટેન્સિવ કેર સ્પેશિયાલિસ્ટ ડોકટકરો દ્વારા નિઃશુલ્ક સારવારનો લાભ મળશે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 13 ખ્યાતનામ તજજ્ઞ તબીબો કોરોનાના દર્દીઓની કરશે સારવાર

રાજકોટ કોવીડ હોસ્પિટલ ખાતે રાજકોટની નામાંકિત હોસ્પિટલના ક્રિટિકલ કેર સાથે સંકળાયેલા અનુભવી ડોક્ટર્સની ટીમ રોજ જરૂરિયાત મુજબ તેમની સેવા આપશે. તેઓ ઓન કોલ 24 કલાક હાજર રહેશે તેમજ દિવસમાં જરૂરિયાત મુજબ દર્દીઓની તપાસ માટે વિઝીટ કરશે. જેને કારણે કોરોનાના ગંભીર દર્દીઓને ચેસ્ટ, ફિઝિશિયન, મેડિસિન સહિતના અનુભવી ડોક્ટરના અનુભવનો વિશેષ લાભ મળશે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 13 ખ્યાતનામ તજજ્ઞ તબીબો કોરોનાના દર્દીઓની કરશે સારવારરાજકોટ સિવિલ હોસ્પિટલમાં 13 ખ્યાતનામ તજજ્ઞ તબીબો કોરોનાના દર્દીઓની કરશે સારવાર

આ પ્રંસગે ડો. સંકલ્પ વણઝારાએ જણાવ્યું હતું કે, કોરોના પોઝિટિવ કેસ ધરાવતા દર્દીઓમાં, હૃદય, ફેફસા સંલગ્ન કેસમાં ક્રિટિકલ સમયે તેમને ઓક્સિજનની જરૂર હોઈ વેન્ટિલેટર, મેડિસિન સહીત જરૂરી ક્રિટિકલ કેર સહાય નામાંકિત ડોક્ટરોની ટીમ દ્વારા મળી રહે તેના આગોતરા આયોજનના ભાગરૂપે 19 ડોક્ટર્સની ટીમ હાલ તૈયાર કરવામાં આવી છે, તેમજ જરૂર પડ્યે વધુ ડોક્ટર્સ સેવા આપશે. હાલ હોસ્પિટલ ખાતે જરૂરી સાધન સુવિધા ICU ઉપલબ્ધ હોવાનો સંતોષ તેમણે વ્યક્ત કર્યો હતો.

રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ક્રિટિકલ કેર સોસાયટીના આગેવાનો દ્વારા અધિક નિવાસી કલેકટર પી.બી. પંડ્યા સાથે પરામર્શ બાદ આ નિર્ણય લેવાયો હતો. કોવીડ હોસ્પિટલ ખાતે ક્રિટિકલ કેર સોસાયટી ઓફ રાજકોટના 13 ડોક્ટર્સની ટીમને ડો. મનીષ મહેતા દ્વારા સેવાનો ઓર્ડર સોંપવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details