રાજકોટઃ જિલ્લાના ધોરાજીના મુસ્લિમ ધર્મ ગુરુ અને સૌરાષ્ટ્રના નામાંકિત મુફ્તી એવા મુફ્તી ગુલાંગોષ અલ્વી સાહેબ પ્રિન્સિપાલ દારુલ ઉલુમ મિશ્કીનિયાએ સોશ્યલ મીડિયાના માધ્યમથી સૌરાષ્ટ્ર ભરના મુસ્લિમોને શુક્રવાર એટલે કે, જુમ્મા નમાજ ઘરે અદા કરવા માટે અપીલ કરી હતી.
મુફ્તી અલ્વી સાહેબએ જણાવ્યું હતું કે, હાલ કોરોનાની વેશ્વિક મહામારી છે. ત્યારે હાલ લોકડાઉન અને જિલ્લા કલેક્ટરનું જાહેરનામું 144ની કલમ લાગુ કરવામાં આવી છે, ત્યારે મુસ્લિમો પણ લોકડાઉનનો અમલ કરે છે.