ગુજરાત

gujarat

ETV Bharat / state

રામેશ્વર શરાફી મંડલી પ્રકરણ: આરોપીઓની જમીન મકાન સહિતની 24 કરોડની મિલકત ઝડપાઇ - રાજકોટ ન્યુઝ

રાજકોટમાં શ્રી રામેશ્વર શરાફી મંડલીના 56 કરોડના ફૂલેકા પ્રકરણમાં મંડલીના ચેરમેન સંજય દુધાગરા અને મેનેજર વિપુલ વસોયાના વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ચેરમેન સંજય દુધાગરાના 2 બેન્ક લોકર અને પુત્રીના નામનું ખાતુ મળી આવ્યું છે. આ સાથે જ પોલીસે આરોપીઓની જમીન મકાન સહિતની 24 કરોડની મિલકતો શોધી છે.

Rameshwar Sharafi Mandali
Rameshwar Sharafi Mandali

By

Published : Jan 15, 2021, 7:49 PM IST

  • રામેશ્વર શરાફી મંડલી પ્રકરણના આરોપીઓની જમીન મકાન સહિતની 24 કરોડની મિલકત ઝડપાઇ
  • આરોપીઓના વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર
  • ચેરમેનના 2 બેન્ક લોકર પણ મળ્યા

રાજકોટ: જિલ્લામાં શ્રી રામેશ્વર શરાફી મંડલીના 56 કરોડના ફૂલેકા પ્રકરણમાં મંડલીના ચેરમેન સંજય દુધાગરા અને મેનેજર વિપુલ વસોયાના વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ચેરમેન સંજય દુધાગરાના 2 બેન્ક લોકર અને પુત્રીના નામનું ખાતુ મળી આવ્યું છે. આ સાથે જ પોલીસે આરોપીઓની જમીન મકાન સહિતની 24 કરોડની મિલકતો શોધી છે.

4,200 રોકાણકારોના 60 કરોડ જેટલા રૂપિયાનું ફુલેકુ ફેરવ્યું

રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળીના સમગ્ર મામલે કુલ 4,200 રોકાણકારોના 60 કરોડ જેટલા રૂપિયાનું ફુલેકુ ફેરવ્યું હતું, ત્યારે ભક્તિનગર પોલીસને મળેલી લેખિત ફરિયાદ મુજબ કુલ 358 થાપણદારોએ 23.46 કરોડ રૂપિયાની પોતાની સાથે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં તેમના પૈસા તેમને પરત અપાવવાની માગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ઝોન-1ના DCPએ મંડળીના ચેરમેન સંજય દુધાગરા અને વિપુલ વસોયાની પૂછપરછ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details