રાજકોટ શહેર અને જિલ્લાની બેઠક માટે રાણીંગાવાડીમાં સેન્સ પ્રક્રિયા હાથ (Sens Process in Rajkot) ધરવામાં આવી છે. વિધાનસભા બેઠક 69માં શહેર ભાજપ પ્રમુખથી માંડી ડેપ્યુટી મેયર, પૂર્વ મેયર અને સંઘ સાથે જોડાયેલા નેતાઓ દાવેદારી કરશે. ડો.કિરીટ સોલંકી, વંદના મકવાણા અને ભરત બારોટ દ્વારા સેન્સની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજકોટ પશ્ચિમ બેઠક પર પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું દાવેદારોના લિસ્ટમાં નામ નથી. પરંતુ સમર્થકો વિજય રૂપાણીનું પહેલું નામ મૂકશે તેવી શક્યતાઓ છે. રાજકોટ શહેરની ચાર સીટની સેન્સ પ્રક્રિયામાં ભાજપના કાર્યકરોની નારાજગી સામે આવી હતી. તો બીજી તરફ જિલ્લા ભાજપ મંત્રીના પતિએ ગ્રામ્ય અને શહેર ભાજપના આગેવાનો સાથે માથાકૂટ કરી હતી. (Rajkot Contenders List)
સ્થાનિક ભાજપમાં સૂર ઉઠ્યો સેન્સ પ્રક્રિયામાં રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવ નિરીક્ષક પાસે જતા નિરીક્ષકે કહ્યું કે, તમે તમારા વોર્ડમાં જ અપેક્ષિત છો. આથી સ્થાનિક ભાજપમાં સૂર ઉઠ્યો છે. મેયર તો શહેરના મુખ્ય અગ્રણી છે, તેમણે બધા સેન્સમાં અપેક્ષિત રાખવા જોઈએ. રાજકોટ દક્ષિણની બેઠક પર ધારાસભ્ય ગોવિંદ પટેલ, ધનસુખ ભંડેરી, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવ, ઉદ્યોગપતિ જયંતી સરધારા સહિતના દાવેદારો પહોંચ્યા છે. (Assembly Elections in Gujarat)
સેન્સ પ્રક્રિયામાં માથાકૂટરાણીગાવાડી ખાતે રાજકોટ શહેરની ચાર સીટ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાતા વરવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જિલ્લા ભાજપ મંત્રીના પતિ વિનુ ઠુંમરે શહેર અને ગ્રામ્યના આગેવાનો સાથે બોલાચાલી કરી હતી. અપેક્ષિત ન હોવા છતાં સેન્સ પ્રક્રિયામાં જવા માગતા હતા. પરંતુ સેન્સ પ્રક્રિયામાં જવા દેવામાં ન આવતા માથાકૂટ થઈ હતી. રાજકોટ ગ્રામ્ય બેઠક પર સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠક પર હાલના ધારાસભ્ય લાખા સાગઠીયા, મોહન દાફડા, ભાનુ બાબરીયા, રાજુ અઘેરા, બાલુ મકવાણા, ગિરીશ પરમાર, કંચન બગડા, બીંદીયા મકવાણા અને મનોજ રાઠોડે દાવેદારી નોંધાવી છે.
વિજય રૂપાણીની સીટ પર કોણ વિજય રૂપાણીને સીટ પર એડવોકેટ અનિલ દેસાઈએ દાવેદારી નોંધાવી છે. આ સીટ પર તેમને પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. અનિલ દેસાઈએ જણાવ્યું હતું કે, જનસંઘથી કાર્યકર છું, કાર્યકરો અને સમર્થકોના ટેકાથી દાવેદારી નોંધાવી છે. પાર્ટી જેને ટિકિટ આપે તેને જીતાડવા કાર્યકરોનો સંકલ્પ છે. લોકશાહી ઢબે ટિકિટ માગવાનો દરેકને અધિકાર છે. વિજય રૂપાણીની ટિકિટને લઈને જણાવ્યું હતું કે, અમે કમળને વિજય બનાવીશું. રાજકોટ દક્ષિણ બેઠક પર મનપાના શાસક પક્ષના નેતા વિનુ ધવાએ દાવેદારી નોંધાવી છે. તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટની ચારેય બેઠક પર સ્થાનિક દાવેદારોને જ ટિકિટ આપવાની માંગ છે. બહારના આયાતી દાવેદારોને લઈને કાર્યકરોમાં વિરોધ છે. આને લઈને ભરત બોઘરાને ટિકિટ મળવાના ચાન્સ ઘટી રહ્યા છે.
ધારાસભ્ય ગોવિંદ પટેલે શું કહ્યું રાજકોટ દક્ષિણ બેઠકના ધારાસભ્ય ગોવિંદ પટેલ સેન્સ આપવા માટે પહોંચ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, પ્રત્યેક વ્યક્તિ ચૂંટણી લડવા માટે માટે દાવેદારી કરી શકે છે. રાજકારણમાં પડેલી વ્યક્તિ પથારીમાં હોય તો પણ તેને ચૂંટણી લડવાની ઈચ્છા હોય છે. પરંતુ હું તો દોડતો વ્યક્તિ છું એટલે સ્વાભાવિક ઈચ્છા હોય કે પાર્ટી પસંદ કરે તો ચૂંટણી લડી નાખીશ. મને 100 ટકા વિશ્વાસ છે પાર્ટી પર. બહારનો ઉમેદવાદ હોય કે જેને, પાર્ટીની સાથે લગાવ ન હોય, વોર્ડના કાર્યકર્તાઓ સાથે લગાવ ન હોય એ પ્રકારનું કોઈ આવે તો તેને પગ પર જોર આવતા સમય લાગે. આ વખતે સમય જાજો નથી તો તેના કારણે નુકસાન થવાની સંભાવના પણ છે.
90 હજાર મતદાર વિશ્વકર્મા સમાજના રાજકોટ વિધાનસભા 70 બેઠક પર આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર સોલંકીએ ટિકિટની માંગણી કરી છે. તેઓએ જણાવ્યું હતું કે, ભાજપ દરેક જ્ઞાતિને ટિકિટ માટે સાચવે છે. વિશ્વકર્મા સમાજની વાત છે તે મુજબ મારે 6 ટિકિટ મળવી જોઈએ. રાજકોટની આ બેઠક પર હું 4 ટર્મ કોર્પોરેટર રહ્યો છું. ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન રહ્યો હતો. 90 હજાર મતદાર વિશ્વકર્મા સમાજના છે. OBCનો અન્ય સ્થળે સમાવેશ કરી શકાય તેમ છે. 80 ટકા ભાજપ સાથે જોડાયેલા છીએ, અમને પ્રતિનિધિત્વ મળે તે યોગ્ય છે. 149 બેઠક ક્રોસ કરવા માટે અમને ટિકિટ મળવી જરૂરી છે.
રાજકોટ દક્ષિણ બેઠકની વાતપશ્ચિમ બેઠક પર સમર્થકો પહેલું નામ વિજય રૂપાણી પછી બીજું નામ નીતિન ભારદ્વાજનું મૂકશે તેવી શક્યતાઓ છે. તો બીજી તરફ રૂપાણી વ્યક્તિગત દાવેદારી ન નોંધાવે તેવી શક્યતા છે. રૂપાણી પહેલા જ કહી ચૂક્યા છે કે, પાર્ટી આદેશ કરશે તો જ તેઓ ચૂંટણી લડશે. જ્યારે રાજકોટ દક્ષિણ બેઠક પર ધનસુખ ભંડેરીએ દાવેદારી નોંધાવી છે. તેઓએ જણાવ્યું હતું કે, કોઈ પણ ઉમેદવાર આવે અમે તન મન ધનથી જીતાડીશું. જ્યારે પશ્ચિમ બેઠકને લઈને ભાજપના નેતા નીતિન ભારદ્વાજે જણાવ્યું હતું કે, વિજય રૂપાણી ચૂંટણી લડે તે કાર્યકરોની પ્રથમ લાગણી અને માંગણી છે. આ બેઠક પર રૂપાણી જ લડી શકે છે. ઉલ્લેખનીય છે કે, નીતિન ભારદ્વાજ રૂપાણીના નજીકના નેતા માનવામાં આવે છે. ધોરાજી-ઉપલેટા બેઠક પર પ્રવીણ માકડિયા, મહેન્દ્ર પાડલિયા અને મનિષ ચાંગેલાએ દાવેદારી નોંધાવી છે.
જેતપુર-જામકંડોરણા બેઠક જયેશ રાદડિયાએ જેતપુર-જામકંડોરણા બેઠક પર દાવેદારી નોંધાવ્યા બાદ જણાવ્યું હતું કે, વર્ષોથી હું લોકો વચ્ચે રહ્યો છું, લોકોની મુશ્કેલીમાં હંમેશા પરિવારની જેમ સાથે રહ્યો છું. જેતપુર બેઠક પર ફરીથી ભાજપનો ભગવો લહેરાશે. અન્ય 2 દાવેદાર જશુમતિ કોરાટ અને જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયાએ દાવેદારી નોંધાવતા જણાવ્યું હતું કે, તમામને દાવેદારી કરવાનો અધિકાર છે. કોને ટિકિટ આપવી તે પાર્લામેન્ટરી બોર્ટ નક્કી કરતું હોય છે. રાજકીય પાર્ટીમાં જમીન સાથે જે જોડાયેલી વ્યક્તિ હોય છે તેને ટિકિટ આપવામાં આવતી હોય છે.