ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં ફિક્સ પગારની માંગ સાથે આશાવર્કરોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું - district collector

રાજકોટઃ શહેર અને જિલ્લાની અંદાજે 400 જેટલી આશા વર્કરોએ અન્ય સરકારી કર્મચારીઓની જેમ ફિક્સ વેતન અને લાભોની માંગ સાથે રોલી યોજી જિલ્લા કલક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જો આગામી દિવસોમાં સરકાર દ્વારા તેમની માંગને સ્વીકારવામાં નહી આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી.

આશાવર્કરો

By

Published : Jun 25, 2019, 10:26 AM IST

રાજકોટ જિલ્લામાં 400 જેટલી આશાવર્કરો કામ કરે છે. છેલ્લા કેટલાય સમયથી તેઓ વેતન મુદ્દે સરકારને રજુઆત કરી રહી છે, પરંતુ હજુ સુધી વર્કરોની માંગને સ્વીકારવામાં નહી આવતા આજે ફરી આશા વર્કરો રસ્તા પર ઉતરી હતી અને શહેરના હોસ્પિટલ ચોકથી રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આશા વર્કરોની માંગ છે કે, અમે પોતાના બાળકોને તરછોડી બીજાના બાળકોને સાચવીએ છીએ તો પણ સરકાર દ્વારા અમને ફિક્સ પગાર આપવામાં આવતો નથી. તેમજ અન્ય સરકારી કર્મચારીઓની જેમ ગણવામાં આવતા નથી. વારંવાર રજુઆત કરવા છતાં પણ સરકાર દ્વારા હજુ સુધી અમારી રજૂઆતને ધ્યાને લેવામાં આવી નથી. માટે જો આગામી દિવસોમાં અમારે ઉગ્ર આંદોલન કરવું પડે તો પણ અને તૈયાર છીએ.

આશાવર્કરોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું

ABOUT THE AUTHOR

...view details