ગુજરાત

gujarat

ETV Bharat / state

ભંગારના ગોદામમાં આગથી માલસામાન ખાખ, ફાયરની 2 ટીમે ચલાવ્યો પાણીનો મારો

રાજકોટમાં આવેલા ઉપલેટા શહેરમાં ભંગારના ગોડાઉનની અંદર કોઈ કારણોસર આગ લાગતા લાખો રૂપિયાનો મુદ્દામાલ બળીને ખાખ થયો હતો. જે પછી ઉપલેટા નગરપાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી. અને આગ (scrap godown caught fire) પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. જુઓ આ અહેવાલમાં.

ભંગારના ગોડાઉનમાં આગ લાગતાં લાખોનો મુદામાલ થયો ખાખ
ભંગારના ગોડાઉનમાં આગ લાગતાં લાખોનો મુદામાલ થયો ખાખ

By

Published : Nov 5, 2022, 12:14 PM IST

Updated : Nov 5, 2022, 12:54 PM IST

રાજકોટ ઉપલેટા શહેરના ભાદર રોડ પર આવેલ ભંગારના ગોડાઉનની અંદર દેવ દિવાળીની રાત્રેકોઈ કારણોસર અચાનક (scrap godown caught fire) આગ લાગવાની ઘટના બની હતી. જેમાં રાત્રિના 11:00 વાગ્યા બાદ આગ લાગવાની ઘટના સામે આવતા પ્રથમ આસપાસના વિસ્તારોના લોકોએ આગ ઠારવા માટેના પ્રયત્ન કર્યા હતો. જેમાં આગ લાગવાની ઘટના આ અંગેની જાણ થતા જ યુદ્ધના ધોરણે ઉપલેટા નગરપાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી. અને આગ પર કાબુમેળવવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં ગોડાઉનમાં રહેલ પૂઠ્ઠાઓ તેમજ પ્લાસ્ટિકમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ત્યારે વધુ આગ હોવાને લઈને ધોરાજી ફાયર ટીમની મોટી ગાડીની પણ મદદ માટે બોલાવવામાં આવી હતી.

ભંગારના ગોડાઉન આગ લાગતાં લાખોનો મુદામાલ થયો ખાખ

ફાયર ટીમની મદદ ઉપલેટામાં લાગેલી આ આગ અંગે ધોરાજી ફાયર ટીમની મદદ બોલવામાં આવતા ધોરાજી ફાયર ટીમ પણ સ્થળ પર તુરંત જ દોડી આવી હતી. અને ઉપલેટા તેમજ ધોરાજી ફાયર ટીમ દ્વારા અને આસપાસના વિસ્તારોના લોકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. જેમાં ભંગારના ગોડાઉનમાં રહેલા પુઠા અને પ્લાસ્ટિકમાં અચાનક લાગેલી આગ પર કાબુ મેળવવા માટે ઉપલેટા ફાયર ટીમના મીની બાઉઝરના પાણીનો મારો બે વખત ચલાવવામાં આવ્યો હતો. જ્યારે ધોરાજીના મોટા બાઉઝરને એક વખત પાણીનો મારો ચલાવીને ત્રણ કલાકે સમગ્ર આગ પર કાબુ મેળવાયો હતો.

પાણીનો મારો ઉપલેટામાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની આ ઘટનામાં સર્વપ્રથમ તો આસપાસના વિસ્તારોના લોકોએ પાણીનો મારો ચલાવ્યો હતો. જેમાં પુઠ્ઠા તેમજ પ્લાસ્ટિકમાં લાગેલ આગે ધીમે-ધીમે વિશાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર ટીમની મદદ બોલાવવામાં આવી હતી. ભંગારના ડેલાની અંદર રહેલા પુઠ્ઠા તેમજ પ્લાસ્ટિક કે તુરંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધો હતો. ત્યારે 11 વાગ્યા બાદ લાગેલી આગ પર ત્રણ કલાકે કાબુ મેળવાયો હતો.

સ્ટાફ દોડી આવ્યોઆગની આ ઘટનામાં ફાયર ટીમ, ઉપલેટા પોલીસ તેમજ PGVCL સહિતનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો. ત્યારે ભંગારના ગોડાઉનમાં લાગેલી આ આગનું કારણ હજુ પણ અકબંધ છે. જો કે આ આગની ઘટનામાં લાખો રૂપિયાનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે. ત્યારે આ સાથે આગની બનેલ આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાન હાની કે કોઈ વ્યક્તિને ઇજાઓ ન થઈ હોવાનું સામે આવતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

Last Updated : Nov 5, 2022, 12:54 PM IST

ABOUT THE AUTHOR

...view details