રંગીલા રાજકોટના રેકકોર્સ વિસ્તારમાં આવેલી શ્યામ પ્રસાદ આર્ટ ગેલેરી ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પેઇન્ટીંગ, સ્કેચ અને આર્ટ કલેક્શનનું મેગા એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે. જેને ક્રિકેટ સ્ટાર રવિન્દ્ર જાડેજાના પત્નિ રીવાબા જાડેજા અને રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ મેગા એક્ઝિબિશનમાં નરેન્દ્ર મોદીનું નાનપણ અને યુવાવસ્થાથી લઇ અત્યાર સુધીના દરેક તબક્કાનું જીવન ચિત્રો અને એક આર્ટમાં જોવા મળી રહ્યા છે.
શ્યામપ્રસાદ આર્ટ ગેલેરી ખાતે યોજાયેલા આ મેગા એક્ઝિબિશનમાં લગભગ 200થી વધુ આર્ટિસ્ટો અને કલાકારોએ ભાગ લઇ વડાપ્રધાનના જીવનને ચિત્રોમાં કંડાર્યુ છે. આ મેગા એક્ઝિબિશનમાં મોદીના 1000થી વધુ ચિત્રોનું પ્રદર્શિન ગોઠવવામાં આવ્યું છે. જે 1 જૂનથી લઇને 5 જૂન સુધી એક્ઝિબેશન ચાલશે.
રંગીલા રાજકોટમાં દેશના વડાપ્રધાનનું મેગા આર્ટ એક્ઝિબિશન, 1000થી વધુ નમુનાઓ કરાયા પ્રદર્શિત આ એક્ઝિબિશનમાં કેટલાક આકર્ષણનું કેન્દ્ર બનેલા ચિત્રોમાં નરેન્દ્ર મોદીના ફોટોસ તેમજ રંગીન ચિત્રો ઉપરાંત ફોટોગ્રાફી, રંગોળી, માટીકામ, પેઇન્ટિંગ, મોતીકામ, લાકડામાં કોતરણી, ભરતગૂંથણ, કાગળકામ, ધાતુમાં કોતરણી એમ વિવિધ પ્રકારના કલાઓનો સંગ્રહ કરી તેને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. મેગા એક્ઝિબિશનમાં તમામ આર્ટ નમુનાઓ જુદા જુદા 200 કલાકારો દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યા છે. જો કે, આવી જ રીતે તમામ કલાકારો મહેનત કરતા રહે અને પોતાની કળાને વધુ સારી રીતે લોકો સામે લાવી શકે તે માટે કલાકારોને પ્રોત્સાહિત કરવા તેઓને સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે.
આ સાથે જ આ મેગા ફોટો એક્ઝિબિશનથી જુદા-જુદા ત્રણ રેકોર્ડબ્રેક પણ થશે. જેની તમામ લોકો નોંધ લઇને તારીખ 1 જુથી 5 જુન સુધી આ એક્ઝિબેશનને નિહાળવાનો લાભ લઇ શકશે. જે શનિવાર થી સોમવાર સુધી જાહેર જનતા માટે સવારના 10 થી રાતના 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. આ એક્ઝિબેશનનું સમગ્ર આયોજન અને સંચાલન પોઝિટીવ રેવોલ્યુશન ટ્રસ્ટ, નારી શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ અને આર્ટિસ્ટ ચેમ્પિયનશીપ ગ્રુપ દ્વારા થઇ રહ્યું છે.